સુરતમાં પત્રિકાકાંડ : ભાજપના મોટા નેતાને ઘરભેગા કરી દેવાયા, CCTVએ વટાણા વેરી દીધા

Gujarat BJP Internal Politics : સુરતમાં પત્રિકાકાંડમાં સંડોવણી ખૂલતા જ સુરત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું

સુરતમાં પત્રિકાકાંડ : ભાજપના મોટા નેતાને ઘરભેગા કરી દેવાયા, CCTVએ વટાણા વેરી દીધા

Surat BJP News : ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ શરૂ થયો છે. ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે તે છતુ થયું છે. સુરત ભાજપમાં પત્રિકા કાંડ ફૂલી ફાટ્યો છે. આ પત્રિકા કાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. ગેર-વહીવટીના આક્ષેપોની સાથે વિવાદી ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી. જે મામલો સામે આવતા જ તેમનું રાજીનામું લઈ લેવાયું છે. 

સુરત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનેશ શાહ કાર્યરત હતા, ત્યારે અચાનક તેમનું રાજીનામું પડ્યુ છે. જોકે, રાજીનામું લઈ લેવામાં આવ્યું હોય તેવું ચર્ચાય છે. પાલિકાના પદાઆધિકારીઓ સામે પત્રિકા કાંડ સામે આવ્યો હતો. આ પત્રિકા કાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. ગેરવહીવટીના આક્ષેપોની સાથે વિવાદી ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી.

ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધનેશ શાહ સીસીટીવીનાં ફૂટેજમાં દેખાતાં હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. અધ્યક્ષ પદ સાથે સભ્ય તરીકેથી પણ રાજીનામું લઈ હકાલ પટ્ટી કરવામાં આવી છે. પત્રિકા કાંડને લઈ  ગંભીર આક્ષેપ બાદ ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં પત્રિકા વહેંચવામાં આવી હતી. જેમાં ધનેશ શાહની સંડોવણી હોવાનું ખૂલ્યુ હતું. તેના બાદ એકાએક ધનેશ શાહે રાજીનામું આપી દીધું હતું. ભાજપમાં હજી પણ પત્રિકાકાંડ ફૂલી ફાલી રહ્યો છે, જે બતાવે છે કે પાર્ટીમાં આંતરિક વિખવાદ તો છે જ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news