સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર
Dwarka Temple : બિપરજોય વાવાઝોડાની અસરને કારણે દ્વારકાનો દરિયો બન્યો તોફાની...ગોમતી ઘાટ પર દરિયાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ...ઉછળ્યા 15થી 20 ફુટ ઊંચા મોજા.... આવતીકાલે દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો
Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે સંકટ મંડરાઈ રહ્યું છે. આવતીકાલે 15 જુને સાંજે વાવાઝોડું ત્રાટકશે. જેની સીધી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ કાંઠે જોવા મળશે. આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક જગવિખ્યાત મંદિરો આવેલા છે. હાલ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યાં છે. ગોમતી ઘાટ પર દરિયાના પાણી ઘૂસ્યા છે. ત્યારે આવતીકાલે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાનું હોઈ દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવનાર છે. વાવાઝોડાને પગલે આ નિર્ણય લેવાયો છે. SDM પાર્થ તલસાણીયા દ્વારા આ જાહેરાત કરાઈ છે કે, વાવાઝોડાને લઈને આવતીકાલે દ્વારકા મંદિર બંધ રહેશે.
ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ દ્વારકાધીશ મંદિર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે તારીખ 15 જૂન ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે.
ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન
પોરબંદર પરથી ખતરો ટળ્યો
વાવાઝોડું કચ્છ તરફ ફંટાતા હવે પોરબંદરમાં હાલ સંકટ ટળ્યું છે. ભારે પવન સિવાય હાલ કોઈ ચિંતાનું કારણ નથી. સવાર કરતા હાલ પોરબંદરનો દરિયો પણ ઓછો તોફાની છે. સવારની સરખામણીમાં કિનારેથી અંદર તરફ દરિયો જોવા મળી રહ્યો છે. પોરબંદર વિસ્તારમાં હાલ ક્યાંય વરસાદનું પ્રમાણ પણ નથી. પરિસ્થતિ બદલાતા પોરબંદર વહીવટી તંત્રે હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.
દરિયાએ બતાવ્યો અસલી રંગ : પોરબંદરમાં આખી ચોપાટી તહેસનહેસ કરી નાંખી, જુઓ PHOTOs
કચ્છમાં વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ : જખૌ ફટાફટ ખાલી થવા લાગ્યું
24 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે..અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે ..જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે..કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.
વધુ એક ભ્રષ્ટાચારી પુલનો પોપડો બહાર આવ્યો, લોકાર્પણ પહેલા તાપીમાં પુલના 2 કટકા થયા