વધુ એક ભ્રષ્ટાચારી પુલનો પોપડો બહાર આવ્યો, લોકાર્પણ પહેલા તાપીમાં પુલના 2 કટકા થયા

Bridge Collapse : વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતા રસ્તા પરનો મીંઢોળા નદી પરનો પુલ ધરસાઈ.... પુલના લોકાર્પણ પૂર્વજ પુલ ધરાસાઈ થતા 15 જેટલા ગામોને અસર.... 2021 ના વર્ષમાં પુલનું કામ આસરે બે કરોડના ખર્ચે શરૂ કરાયું હતું...
 

વધુ એક ભ્રષ્ટાચારી પુલનો પોપડો બહાર આવ્યો, લોકાર્પણ પહેલા તાપીમાં પુલના 2 કટકા થયા

Tapi News : તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ એન્કર તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ થઈ જતા તંત્ર અને એજેનસી વચ્ચેનો ભ્રષ્ટચાર નો પોપડો બહાર આવ્યો છે.

તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું. આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાસાઈ થવાના કારણે આ પુલ સાથે સંલગ્ન 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

દેગામા ગામના અશોકભાઈ ગામીતે જણાવ્યું કે, પંદર જેટલા ગામોને જોડતા આ પુલનું કામ સુરતની અક્ષય એન્જસીને સોંપવામાં આવ્યું હતું. પુલના લોકાર્પણ પહેલા પુલ ધરશય થતા અનેક સવાલો ઉભા થયા છે, આ અંગે સબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીને સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે, આ અંગે તલસ્પર્શી તપાસ કરી એન્જશી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

પુલના તકલાધી બાંધકામને લઈને પુલ લોકાર્પણ પહેલા ધરશયી થયો છે, જેથી મોટી જાનહાની ટાળી છે, પરંતુ આ પૂલ ના બાંધકામ ચોક્ક્સ પણે મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અંગે તલસર્પશી અને ન્યાયકી તાપશ થાય તે અંગે સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news