નવી દિલ્લીઃ હિન્દૂ ધર્મમાં ચાર વખત નવરાત્રિ આવે છે. બે સામાન્ય અને અન્ય બે ગુપ્ત નવરાત્રિ આવે છે. અષાઢ મહિનામાં આવનારી નવરાત્રિને અષાઢ ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. આ વર્ષે અષાઢ ગુપ્ત નવરાત્રિ 30 જૂનથી શરૂ થાય છે. જે 8 જુલાઈ સુધી ચાલશે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગુપ્ત રીતે મા દુર્ગાના વિભિન્ન સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ પાછળ એવું માનવામાં આવે છે કે, આ દરમિયાન મા દુર્ગાની ગુપ્ત પૂજા કરવાથી અનેક ગણુ વધારે ફળ મળે છે. ગુપ્ત નવરાત્રિના દિવસોમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે અમુક ખાસ ઉપાય આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરો આ ઉપાયો-
1. ગુપ્ત નવરાત્રિના દિવસોમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કમળના ફૂલ અર્પિત કરવા જોઈએ. જો કમળનું ફૂલ નથી મળી રહ્યું તો ઘરમાં કમળના ફૂલવાળો કોઈ ફોટો પણ લગાવી શકો છો. માન્યતા છે કે, આવુ કરવાથી મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. 


2. ગુપ્ત નવરાત્રિમાં ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ચાંદી અથવા સોનાના સિક્કા ઘરે લાવવાથી બરકત આવે છે. માન્યતા છે કે, મા લક્ષ્મી પ્રસન્ન થઈને તમામ મનોકામના પૂર્ણ કરે છે. 


3. જો તમે અથવા તમારા સગામાં કોઈ બિમારીથી પીડિત છે તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાને લાલ રંગના પુષ્પ અર્પણ કરો. આ સાથે જ ઓમ ક્રિમ કાલિકાયૈ નમઃ મંત્રનો જાપ કરો. કહેવાય છે કે, આનાથી મા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. 


4. ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવામાંથી પણ મુક્તિ મેળવી શકો છો. ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સામે ગુગળની સુગંધિત ધૂપ જલાવો. આવું કરવાથી કરજ મુક્તિ મળે છે. 


5. નવરાત્રિમાં મોરપંખને ઘરમાં લાવવાનું શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીની સવારીમાં એક મોર પણ હોય છે. મોર પંખને ઘરમાં લાવવાથી ઘરમાં મા લક્ષ્મીની કૃપા રહે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની ZEE 24 કલાક પુષ્ટિ નથી કરતું. આ ટિપ્સને અપનાવતા પહેલાં જાણકારની સલાહ લો.)