22 એપ્રિલે બની રહ્યો છે અશુભ યોગ, ગુરુ ચાંન્ડાલ યુતિથી આવા જાતકો રહે સતર્ક, નહીં તો થશે ભારે નુકસાન
Guru Chandal Yog: કેટલીક વખત આ ગોચરના કારણે એવા યોગનું નિર્માણ થાય છે જેના કારણે અલગ અલગ રાશિના લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જ યોગ છે ગુરુ ચંડાલ યોગ.
Guru Chandal Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે તો તેને ગ્રહગોચર કહેવાય છે. ગ્રહ એક નિશ્ચિત સમય અંતરાલ પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા રહે છે. પરંતુ કેટલીક વખત આ ગોચરના કારણે એવા યોગનું નિર્માણ થાય છે જેના કારણે અલગ અલગ રાશિના લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. આવો જ યોગ છે ગુરુ ચંડાલ યોગ. 22 એપ્રિલે ગુરુ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના આ ગોચર થી રાહુ અને ગુરુની યુતિ સર્જાશે જેને ગુરુ ચાંડાલ યોગ કહેવાય છે.
આ પણ વાંચો:
ચૈત્ર નવરાત્રી પર સર્જાશે આ 2 શુભ સંયોગ, આ શુભ મુહૂર્તમાં કરો આ કામ, મળશે તુરંત લાભ
પૂજામાં મુકેલી આ વસ્તુને શુભ મુહૂર્તમાં રાખી દો તિજોરીમાં, ધનથી ભરેલી રહેશે તિજોરી
આ દિશામાં તુલસીનો છોડ રાખશો તો ઘરનું નીકળી જશે ધનોતપનોત... આ નિયમ જાણવો છે જરૂરી
કેવો હોય છે ગુરુ ચંડાલ યોગનો પ્રભાવ
વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુ શુભ ગ્રહ છે અને રાહુ અશુભ ગ્રહ છે. તેવામાં બંને ગ્રહ જ્યારે એક રાશિમાં જશે ત્યારે તેનો અશુભ પ્રભાવ પડશે. આ યોગ ના કારણે લગભગ બધી જ રાશિઓને નકારાત્મક પ્રભાવ સહન કરવો પડશે. આ સમય દરમિયાન મનમાં નકારાત્મક ભાવના આવશે. દુનિયાભરની અર્થવ્યવસ્થામાં મંદી જોવા મળશે. સમાજ અને પરિવારમાં પણ સમસ્યાઓ થઈ શકે છે
આ લોકો માટે ભારે રહેશે ગુરુ ચાંડાલ યોગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકોની જન્મકુંડળીમાં ગુરુ અથવા તો રાહુ નકારાત્મક પ્રભાવ આપે છે તેમના માટે આ યોગ ખૂબ જ અશુભ રહેશે. આવા લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ સમય દરમિયાન જરૂરી ન હોય તેવા ખર્ચા કરવાથી બચવું કારણકે આવકના સ્ત્રોત ઘટી શકે છે. તેના કારણે માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.