પૂજામાં મુકેલી આ વસ્તુને શુભ મુહૂર્તમાં રાખી દો તિજોરીમાં, માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે હંમેશા ભરેલી
Vastu Tips : આ ઉપાય કરવામાં એકદમ સરળ છે અને તેને કરવાથી લાભ તુરંત થાય છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તિજોરીમાં રાખવાથી ધન લાભ થાય છે.
Trending Photos
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી તમને ધન લાભ થઈ શકે છે. આ ઉપાયો કરવા માટે તમારે વધારે ખર્ચ પણ કરવો પડતો નથી. આ ઉપાય કરવામાં એકદમ સરળ છે અને તેને કરવાથી લાભ તુરંત થાય છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તિજોરીમાં રાખવાથી ધન લાભ થાય છે. આ વસ્તુઓને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી વાસ કરે છે.
સોપારી
ઘરમાં કોઈપણ પૂજા હોય તો તેમાં સોપારી મૂકવામાં આવે છે. પૂજા પછી આ સોપારીને ચંદનનું તિલક કરીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં મૂકી દેવી.
શિવ પૂજામાં મૂકેલું નાળિયેર
મહાશિવરાત્રી હોય કે શ્રાવણ મહિનો શિવજીની પૂજા અચૂક કરવામાં આવે છે. શિવજીની પૂજામાં જે નાળિયેરનો ઉપયોગ થયો હોય તેને તિજોરીમાં રાખી દેવાથી પણ ધનની આવક વધે છે. તમે શિવ પૂજામાં રાખેલું નાળિયેર તિજોરીમાં મૂકો તો તેને હોળી અથવા દિવાળી પર તેને બહાર કાઢી તેની પૂજા કરીને ફરીથી તેને અંદર મૂકો.
તુલસી
એકાદશી કે પૂનમની તિથિ પર જ્યારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો તેમને તુલસી અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે. પૂજામાં છે તુલસીનો ઉપયોગ થયો હોય તેને પૂજા પછી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી તિજોરીમાં બિરાજમાન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે