Gaj Kesari Rajyog 2023: ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. તેમના રાશિ પરિવર્તનથી ક્યારેક શુભ યોગનું નિર્માણ થાય છે તો ક્યારેક અશુભ યોગનું. ગ્રહોના આ રાશિ પરિવર્તનની અસર લોકોના જીવન પર પણ પડે છે. આવા જ અત્યંત શુભ યોગનું નિર્માણ થોડા કલાકો પછી થવા જઈ રહ્યું છે. 17 એપ્રિલે ગજકેસરી રાજયોગ રચાવા જઈ રહ્યો છે. ચંદ્ર અને ગુરુ મળીને મીન રાશિમાં આ રાજયોગનું નિર્માણ કરશે .આ ખૂબ જ શુભ અને શક્તિશાળી યોગ છે. આ યોગની કેટલીક રાશિના લોકો પર શુભ અસર થશે. જેના કારણે તેમના માટે પ્રગતિનો માર્ગ ખુલશે અને આર્થિક લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વૈશાખ મહિનાની અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક સમયે પાળવાના નિયમ


આ રાશિના લોકો સાબિત થાય છે બેસ્ટ લવર્સ, પાર્ટનર પર રાખે છે અતૂટ વિશ્વાસ


48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ


કન્યા રાશિ 


કન્યા રાશિના લોકો માટે ગજકેસરી યોગ ખૂબ જ શુભ સાબિત થશે. કારણ કે આ રાજયોગ કુંડળીના સાતમા ભાવમાં સર્જાશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો નવું કામ શરૂ કરી શકે છે. ભાગીદારીમાં સફળતા મળશે. જેઓ અવિવાહિત છે તેમના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વિવાહિત લોકોના જીવનમાં સુધારો થશે.


કર્ક રાશિ 


ગજકેસરી રાજયોગ કર્ક રાશિ માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેશે. આ રાજયોગ તમારી રાશિના નવમા ભાવમાં સર્જાવા જઈ રહ્યો છે. જેના કારણે ભાગ્ય તમારો સાથ આપશે. આ સમય દરમિયાન સરકારી નોકરી મળવાના ચાન્સ છે. ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.


મિથુન રાશિ 


મિથુન રાશિના જાતકોની ચંદ્ર અને ગુરુની યુતિથી બનેલા ગજકેસરી રાજયોગમાં ચાંદી જ ચાંદી છે. કારણ કે આ રાજયોગ કુંડળીના દસમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેના કારણે વેપારમાં તમને મોટી સફળતા મળશે. જીવનસાથીને પ્રમોશન મળી શકે છે. આ રાશિના લોકો વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ કરી શકે છે.


વૃષભ રાશિ 


ગજકેસરી રાજયોગના કારણે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે. તેમની આવક અને લાભના ઘર આ રાજયોગ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમની આવકમાં જબરદસ્ત વધારો થશે. એટલું જ નહીં સંતાન સુખ પણ પ્રાપ્ત થશે. સંતાનોની પ્રગતિ પણ થઈ શકે છે. વિદેશથી લાભ પ્રાપ્ત થશે. આયાત-નિકાસ સાથે સંકળાયેલા લોકોને ગજકેસરી યોગ વધુ લાભ આપશે. તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)