Guru Uday 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. આ ગ્રહો રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. રાશિચક્રની રાશિઓના જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. જ્યારે ગ્રહ ઉદય થાય કે અસ્ત થાય ત્યારે પણ તેની અસર પણ રાશિઓ પર થાય છે. આગામી 3 જૂને મોડી રાત્રે 3 કલાક અને 21 મિનિટે વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ ઉદય થશે. ગુરુના ઉદય થવાથી 3 રાશિઓને સૌથી વધુ લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુના ઉદય થવાથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: Shukrawar Upay: વેપારમાં થતા નુકસાનને નફામાં બદલવા શુક્રવારે કરો આ સરળ ઉપાય


વૃષભ રાશિ


ગુરુ ગ્રહના ઉદયથી આ રાશિને સૌથી વધુ લાભ થશે. આ રાશિના લોકોની બધી જ યોજનાઓ સફળ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. દરેક દિશામાંથી શુભ સમાચાર મળશે, આ સમયે આવકમાં વધારો થશે. નોકરી કરતા લોકોનું વેતન વધી શકે છે. આવકના સ્ત્રોત વધી શકે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મહેનત કરવી પડશે. વૈવાવિક જીવન સારું રહેશે. 


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે ગુરુનો ઉદય ફળદાયી સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ સમયે અટકેલા કામ પુરા થશે. આત્મવિશ્વાસ વધશે. આ સમયે કાર્યોમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતા વિદ્યાર્થીઓને લાભ થશે. વિદેશ પ્રવાસના પણ યોગ સર્જાઈ શકે છે. 


​આ પણ વાંચો: Money Upay: સાપની આ વસ્તુ ભાગ્યશાળીને જ મળે, ઘરમાં રાખવાથી રાતોરાત થાય ધન વૃદ્ધિ


સિંહ રાશિ


સિંહ રાશિના વેપારીઓને ગુરુ લાભ કરાવશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં શુભ ફળ મળશે. નોકરી બદલવાનું વિચારતા લોકોને સારો ઓપશન મળી શકે છે. ગુરુનો ઉદય થવાથી બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓને ધન લાભ થશે. વેપારનો વિસ્તાર થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)