Mesh me Vakri Guru 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ વર્ષમાં એકવાર તેની રાશિ બદલી નાખે છે. આ રીતે, ગુરુને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરવામાં 12 વર્ષ લાગે છે. આ સમયે દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિમાં બિરાજમાન છે. ગુરુ 12 વર્ષ પછી મેષ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. આગામી 1 મે, 2024 સુધી ગુરુ મેષ રાશિમાં જ રહેશે. સાથે જ ગુરુની ચાલમાં પણ પરિવર્તન આવશે. ગુરુ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ વક્રી થશે. વક્રી ગુરુ તમામ રાશિઓના ભાગ્ય, સુખ, આર્થિક સ્થિતિ, વિવાહિત જીવન વગેરે પર મોટી અસર કરશે. બીજી તરફ, વક્રી ગુરુ 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ પરિણામ આપવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિઓ માટે ખુબ જ શુભ છે વક્રી ગુરુ 


મેષ
મેષ રાશિના જાતકો માટે ગુરુની વક્રી ગતિ ખૂબ જ શુભ રહેશે. આ લોકો પર દેવગુરુ બૃહસ્પતિ ખુબ મેહરબાન રહેશે અને જબરદસ્ત લાભ આપશે. આ લોકોની આવકમાં વધારો થશે. મોટો નફો મેળવવાની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. કરિયર માટે સમય સારો છે.


મિથુન
ગુરુની ઉલ્ટી ચાલ મિથુન રાશિના લોકોને કરિયરમાં નવી તકો આપશે. જે લોકો સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને સપ્ટેમ્બર પછી સફળતા મળી શકે છે. આવકમાં વધારો થશે. સંપત્તિ સંબંધિત સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ભાગ્ય તમારો સાથ આપશે. વેપારમાં તેજી આવશે.


સિંહ
ગુરુની વક્રી ગતિ સિંહ રાશિના લોકો માટે ભાગ્યની તરફેણ કરશે. કામ સરળતાથી થઈ જશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારી આવકમાં વધારો થશે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે.


મીન
વક્રી ગુરુ મીન રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસોની શરૂઆત કરશે. તમને પૈસા મળવાની પ્રબળ તકો છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ અને કીર્તિ વધશે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ અને સન્માન વધશે. વેપારમાં લાભ થશે. નફામાં વધારો થશે. સોદો અથવા ઓર્ડર પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube