Budhwar Upay: બુધવારનો દિવસ ભગવાન ગણેશની આરાધના માટે ખાસ માનવામાં આવે છે. બુધવારના દિવસે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી કુંડલીના દોષ દૂર થાય છે અને બુધ દોષ પણ દૂર થાય છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. બુધ ગ્રહની વાત કરીએ તો તે વાણી, બુદ્ધિ અને વેપારની પ્રગતિ માટે મહત્વનો માનવામાં આવે છે. બુધવારના દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને કુંડલીમાં બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરી શકો છો અને તેના કારણે નોકરી તેમજ વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માંગીને ચલાવી લેજો પણ આ દિવસે મીઠું ખરીદવાની ભુલ કરતાં નહીં, થઈ જશો પાઈમાલ


માર્ચ-એપ્રિલ મહિનામાં સસ્તા ભાડામાં કરો પશુપતિનાથની જાત્રા, જમવા-રહેવાનું Free


આર્થિક તંગીથી હતાશ થઈ ગયા છો? તો વાસી રોટલીનો આ રીતે કરો ઉપાય, લક્ષ્મીજીની થશે કૃપા


બુધ ગ્રહના ઉપાય


- કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે બુધવારના દિવસે વ્રત કરવું જોઈએ. બુધવારનું વ્રત 17, 21 અથવા તો 45 બુધવાર સુધી કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થઈ છે. 


- ભગવાન ગણેશને લીલી વસ્તુ ખૂબ જ પ્રિય હોય છે તેથી બુધવારના દિવસે તમારે લીલી વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ. આમ કરવાથી વિદ્યા, ધન અને વેપારમાં ઉન્નતી થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. 


- ગણપતિજીને પ્રસન્ન કરવા માટે દુર્વા અર્પણ કરવી જોઈએ. બુધવારે ગણેશજીને જે લોકો દુર્વા અર્પણ કરે છે તેમના ઉપર ભગવાન ગણેશની કૃપા વરસતી રહે છે. આ સિવાય બુધવારના દિવસે લીલા રંગના વસ્ત્ર પહેરવા પણ શુભ માનવામાં આવે છે. 


બુધ ગ્રહ નબળો હોય તો થતા નુકસાન


જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેના કારણે તમારી યાદશક્તિ નબળી પડવા લાગે છે. સાથે જ ત્વચા અને સૌંદર્ય સમસ્યા થવા લાગે છે. તમારી સુંદરતામાં કમી આવે છે અને વાણીમાં મધુરતા રહેતી નથી.