કોઈ પાસેથી માંગીને ચલાવી લેજો પણ આ દિવસે મીઠું ખરીદવાની ભુલ કરતાં નહીં, થઈ જશો પાઈમાલ

Shani Upay: શનિદેવની દ્રષ્ટિથી માણસો જ નહીં પરંતુ દેવતા પણ ડરે છે તેવામાં શનિદેવને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. જો તેને પ્રસન્ન કરવાના ઉપાય ન કરવા હોય તો પણ એવા કોઈ કામ કરવા જોઈએ નહીં જેનાથી શનિદેવ નારાજ થાય.

કોઈ પાસેથી માંગીને ચલાવી લેજો પણ આ દિવસે મીઠું ખરીદવાની ભુલ કરતાં નહીં, થઈ જશો પાઈમાલ

Shani Upay: શનિવાર નો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. શનિદેવ કર્મના દેવતા છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવની દ્રષ્ટિથી માણસો જ નહીં પરંતુ દેવતા પણ ડરે છે તેવામાં શનિદેવને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. જો તેને પ્રસન્ન કરવાના ઉપાય ન કરવા હોય તો પણ એવા કોઈ કામ કરવા જોઈએ નહીં જેનાથી શનિદેવ નારાજ થાય. ખાસ કરીને શનિવારના દિવસે એવી કોઈ જ વસ્તુ ખરીદવી જોઈએ નહીં જેનાથી તમારે વર્ષો સુધી દરેક દરિદ્રતાનો સામનો કરવો પડે. મીઠું પણ આવી જ વસ્તુઓમાંથી એક છે જેને ખરીદીથી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

આ પણ વાંચો:

શનિવારે ભૂલથી પણ ન કરવા આ કામ

- શનિવારના દિવસે કાળા અડદ કે અડદની દાળનું દાન કરી શકો છો પરંતુ આ દિવસે કાળી અડદની દાળ કે અડદ ખરીદવા જોઈએ નહીં.

- રસોડામાં જરૂર પડી હોય તો પણ શનિવારે મીઠું ખરીદવાનું ટાળવું જોઈએ. શનિવારે મીઠા ની ખરીદી કરો છો તો તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

- જો તમારે જુતા ખરીદવા હોય તો પણ શનિવારના દિવસે આ કામ કરવું જોઈએ નહીં. શનિવારના દિવસે જોતા ખરીદવાથી તમને જીવનમાં અસફળતા જ મળવા લાગશે.

- લોઢા થી બનેલી કોઈપણ વસ્તુ પણ શનિવારે ખરીદવી જોઈએ નહીં. જો તમે શનિવારના દિવસે કાર પણ ખરીદો છો તો તે પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 

- શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. આ દિવસે તમે તેલનું દાન કરી શકો છો પરંતુ આ દિવસે સરસવનું તેલ ખરીદવાનું ટાળો નહીં તો તમારે આર્થિક સંકટ સહન કરવા પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news