Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ડેરી એસોસિએશનના કાર્યક્રમ તેમજ વિકાસકાર્યોનાં લોકાર્પણના પ્રસંગોમાં હાજરી આપી હતી. MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તેમણે વિદ્યાર્થીઓને સલાહ પણ આપી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારદીપુર ખાતે તળાવ લોકાર્પણ માટે જતા સમયે ત્રીજી વખત પ્રોટોકોલ તોડી રાંધેજા ખાતે કાફલો રોકી તેમના બાળપણનાં મિત્ર રસિકભાઈ પટેલને મળ્યા હતા. ત્યારે આ ક્ષણ જોવા જેવી બની હતી. તેઓએ પોતાના મિત્ર માટે ખાસ કાફલો રોકાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવે, ત્યારે તેમનો કાર્યક્રમ ભરચક હોય છે. અન્ય કાર્યક્રમોની સાથે પોતાનાં મતવિસ્તારમાં વિકાસકાર્યોના શિલાન્યાસ કે લોકાર્પણના કાર્યક્રમમાં તેઓ અચૂક હાજરી આપતાં હોય છે. આ વખતે પણ આવું જ થયું.  નારદીપુરથી પરત ફરતા સમયે તેઓએ પ્રોટોકોલ તોડીને પોતાના મિત્રને મળવાનો લ્હાવો ચૂક્યા ન હતા. આ મિત્ર તેમના બાળપણનો હતો, જેમનું નામ રસિકભાઈ પટેલ છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદી પણ અનેકવાર આ રીતે પ્રોટોકોલ તોડીને પોતાના જૂના પરિચીતોને મળવાનું ચૂકતા નથી. શાહે કલોલમાં નારદીપુર અને વાસન તળાવના લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ કર્યું..શાહે ઈ વ્હીલકલમાં તળાવનું ચક્કર પણ લગાવ્યું..નારદીપુરનાં લોકોને મળીને ગામનો વિકાસ કરવા તેમણે હાકલ કરી.


Sunset: સૂર્યની સુંદરતાનો દીદાર કરવાની ઈચ્છા હોય તો, આ જગ્યાઓ પર અચૂક જજો


ગૃહ મંત્રી અમિત શાહે આ શિખામણ વડોદરામાં MS યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં આપી હતી. વિદ્યાર્થીઓને સંબોધન કરતા તેમણે દેશની નવી શિક્ષણ નીતિની ચર્ચા કરી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ પણ સમજાવ્યું. જેના પર અત્યારે અભ્યાસમાં વધુ ભાર મૂકાઈ રહ્યો છે. સવારે તેમણે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49મા ડેરી ઉધોગ સંમેલનમાં હાજરી આપી હતી. રોજગાર સર્જનમાં ડેરી ઉદ્યોગનું મહત્વ લોકોની સામે મૂકતા શાહે આ ક્ષેત્ર માટે એક મોટી જાહેરાત કરી હતી. તેમણે NDDBના માધ્યમથી ગ્રામીણ ડેરીની સ્થાપના કરવાની જાહેરાત કરી. જે દેશની 2 લાખ ગ્રામ પંચાયતને આવરી લેશે. 


ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં શાહે નિ: શુલ્ક ભોજન કેન્દ્રનું લોકાર્પણ પણ કર્યું. તુલસી વલ્લભ સંસ્થા દર્દીઓ અને તેમનાં સ્વજનોને સવાર-સાંજ વિનામૂલ્યે જમવાનું આપશે..આ જ સંસ્થા અમદાવાદ સિવિલમાં નિ:શુલ્ક આહાર કેન્દ્ર ચલાવે છે...