Sunset: સૂર્યની સુંદરતાનો દીદાર કરવાની ઈચ્છા હોય તો, આ જગ્યાઓ પર અચૂક જજો

Sunset In India: આ જગ્યા પોતાના મનમોહક નજારાને લઈ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આજના અહેવાલમાં અમે તમને એવી જગ્યાઓની જાણકારી આપવા જઈ રહ્યા છે જ્યાંની સુંદરતા તમારા મનને મોહી લેશે. ચાલો જાણીએ આ જગ્યા વિશે.

Sunset: સૂર્યની સુંદરતાનો દીદાર કરવાની ઈચ્છા હોય તો, આ જગ્યાઓ પર અચૂક જજો

sunset spots: પ્રકૃતિની સુંદરતા આગળ અન્ય કોઈ વસ્તુ સુંદર લાગતી નથી. ભારત જેવા વિશાળ દેશનાં દરેક ક્ષેત્રમાં પ્રકૃતિના અલગ અલગ રંગ-રૂપ જોવા મળે છે. પ્રકૃતિની સુંદરતામાં જ્યાં પહાડ, નદી, ઝરણાં, ઝાડ-ફૂલ, ફળ છે તેવી જ રીતે સૂર્યની સુંદરતા માણવી પણ એક અદ્ભૂત અહેસાસ છે.

જીહાં, દેશમાં એવી ઘણી જગ્યા છે, જ્યાંથી સનસેટ અને સન રાઈઝનો અદભૂત નજારો જોવા મળે છે. આ જગ્યા પોતાના મનમોહક નજારાને લઈ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આજના અહેવાલમાં અમે તમને એવી જગ્યાઓની જાણકારી આપવા જઈ રહ્યા છે જ્યાંની સુંદરતા તમારા મનને મોહી લેશે. ચાલો જાણીએ આ જગ્યા વિશે.

કન્યાકુમારી, તમિલનાડુ
કન્યાકુમારી ભારતના છેડે આવેલુ છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત અહીં સનસેટ પણ વર્લ્ડ ફેમસ છે. દરિયામાં ડૂબતા સૂર્યને જોવા માટે અહીં દરરોજ દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. સનસેટ જોઈને એવુ લાગે છે કે, સૂર્ય ધીમે ધીમે પાણીમાં છુપાઈ જાય છે.

હેવલોક બીચ, આંદામાન
આંદામાનમાં આવેલ હેવલોક બીચ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. હેવલોક બીચ પરથી સનસેટ જોવાની મજા જ અલગ છે. અહીં આવીને જો તમે સનસેટ મિસ કરી દીધો તો આંદામાન આવ્યુ એળે ગયુ. દુનિયાભરમાંથી લોકો અહીં આવીને સનસેટ જોવા આવે છે.

તાજ મહલ, આગ્રા
આગ્રામાં આવેલો તાજમહેલ જોવા માટે દરરોજ અહીં હજારો પર્યટકોનો જમાવડો થાય છે.  સંગેમરમરની અદ્ભૂત સંરચના એટલી આકર્ષક છે કે, ભારત ભ્રમણ કરવા આવેલા વિદેશી સહેલાણી અહીં આવ્યા વગર રહી નથી શકતા. સામાન્ય રીતે તાજ મહલનો દીદાર સવારથી સાંજ સુધી ગમે તે સમયે થાય છે પરંતુ જો તમે સૂર્યાસ્ત અથવા સૂર્યોદયના હળવા કિરણો વચ્ચે તાજમહેલની સુંદરતાને નિહાળશો તો તે નજારો જીંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકો.

વારાણસી, ઉત્તર પ્રદેશ
આધ્યાત્મિક ઉપચારની શોધમાં લોકો વારાણસી આવે છે અને અહીંની ગંગા નદી આધ્યાત્મિક આનંદ પ્રદાન કરે છે. ગંગા નદીના કિનારે બેસીને ઉગતા સૂર્યનો નજારો તમને જોવો એ જીવનનું સૌભાગ્ય છે. જો તમે સવારે વહેલા ઉઠી શકો છો તો તમે બોટ રાઈડ પણ કરી શકો છો. વારાણસીને મહાકાલની નગરી પણ કહેવામાં આવે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથનું મંદિર આવેલું છે.

ઉમિયમ તળાવ, મેઘાલય
તમે આકાશને લાલ અને વાદળી રંગમાં તો જોયું જ હશે, પરંતુ જ્યારે તમે મેઘાલયના ઉમિયામ તળાવમાં જઈને સૂર્યાસ્તનો અદ્ભૂત નજારો જોશો તો એવું લાગશે છે કે જાણે કુદરત આ બંને રંગોને ભેળવીને નવા રંગો બનાવી રહી છે. અહીં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો જોવાલાયક છે.

કચ્છ, ગુજરાતનું રણ
ગુજરાતમાં આવેલું કચ્છનું રણ એ સોલ્ટ માર્શ વિસ્તાર છે. જે સાવ નિર્જન લાગે છે. સિકંદરના સમયમાં આ વિસ્તાર તળાવ માટે પ્રખ્યાત હતો. જ્યાં નૌકાવાળા આરામ કરી શકે. પરંતુ હવે આ સમગ્ર વિસ્તાર મીઠાના ઢગલામાં ફેરવાઈ ગયો છે. પરંતુ આ નિર્જન વિસ્તાર આંખોને આરામ આપવાનું પણ કામ કરે છે. જીહા, અહીંનો સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા લાયક છે. જેને જોવા માટે ઘણા પ્રવાસીઓ અહીં સુધી આવે છે. આથમતા સૂર્યના પ્રકાશમાં સફેદ મીઠાનું રણ જાણે આરસના ફ્લોરનો અહેસાસ કરાવે છે.

પાલોલેમ બીચ, ગોવા
ગોવાના કૈનાકોનામાં વિશ્વ વિખ્યાત પાલોલેમ બીચ આવેલું છે. આ બીચની ચારે બાજુ તાડનાં વૃક્ષો છે જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પાલોલેમ ગામ પાસે લાકડાના મકાનો બાંધવામાં આવ્યા છે. લાકડાના મકાનો અને પામ વૃક્ષો આ બીચને વિશ્વના શ્રેષ્ઠ સૂર્યાસ્ત બીચમાંથી એક બનાવે છે.

પુષ્કર, રાજસ્થાન
રાજસ્થાન શરૂઆતથી જ એક આકર્ષક સ્થળ રહ્યું છે, જ્યાં હજારો સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ પ્રાચીન સ્થળોને જોવા માટે દરરોજ પ્રવાસ કરે છે. આ આખું રાજ્ય સુંદર કિલ્લાઓ અને ઈમારતો માટે પ્રખ્યાત છે. તમે અહીં સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત દૃશ્યોનો આનંદ માણી શકો છો. જેના માટે તમારે રાજસ્થાનના પુષ્કર આવવું પડશે. કહેવાય છે કે વહેલી સવારે અને સાંજે અહીંનો નજારો ખૂબ જ આકર્ષક હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news