નવી દિલ્હીઃ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ માર્ચમાં લાગશે. સૂર્ય તથા ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવવા પર ચંદ્ર ગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીની છાયા ચંદ્રમા પર પડે છે. વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ હોળી પર એટલે કે 25 માર્ચ 2024ના લાગવા જઈ રહ્યું છે. આ એક આંશિક ચંદ્ર ગ્રહણ હશે. વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ચંદ્રગ્રહણની શરૂઆત 25 માર્ચ 2024ના સવારે 10.41 કલાક પર થશે અને બપોરે લગભગ 3 કલાક 1 મિનિટ પર સમાપ્ત થશે. 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ આફ્રિકા, એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગર સહિત ઘણા ક્ષેત્રોમાં જોવા મળશે. વર્ષ 2024નું પ્રથમ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં એટલે સૂતક કાળ માન્ય રહેશે નહીં. 25 માર્ચે લાગનાર ગ્રહણ કેટલાક જાતકો માટે શુભ રહેવાનું છે તો કેટલાક જાતકોએ સાવચેતી રાખવી પડશે. આવો જાણીએ વર્ષના પ્રથમ ચંદ્ર ગ્રહણથી કયાં જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
આર્થિક પક્ષ મજબૂત થશે
રોકાણથી લાભ થશે
પારિવારિક જીવન સુખમય રહેશે
મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.
ખર્ચમાં ઘટાડો થશે.
લેતી-દેતી માટે સમય શુભ રહેશે. 


આ પણ વાંચોઃ Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર બન્યો શુભ સંયોગ, 5 જાતકોનું ભાગ્ય ચમકાવશે શનિદેવ


સિંહ રાશિ
નવું મકાન કે ઘર ખરીદી શકો છો
લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે
નવું કાર્ય શરૂ કરવા માટે સમય શુભ છે
આર્થિક સ્થિતિ સારી થશે. 


કન્યા રાશિ
મા લક્ષ્મીની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે
નવુ મકાન કે વાહન ખરીદી શકો છો
વેપાર માટે સમય શુભ છે
ધન લાભ થશે, પરંતુ તમારે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
લેતી-દેતી માટે સમય શુભ રહેશે


વૃશ્ચિક રાશિ
આર્થિક સ્થિતિમાં સુધાર થશે
રોકાણ કરવા માટે સમય શુભ છે
નવું વાહન ખરીદી શકો છો
મા લક્ષ્મીની કૃપા રહેશે
આવકના સ્ત્રોતમાં વધારો થશે


આ પણ વાંચોઃ ઘરમાં બહુ પૈસાની તંગી રહેતી હોય તો આ ઉપાય વિના નથી કોઈ છૂટકો! અચૂક અજમાવો


ધન રાશિ
રોકાણ માટે આ સમય સારો છે
ધન લાભ થશે, પરંતુ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો
વેપારી વર્ગ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી
મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
નવું વાહન કે મકાન લેવા માટે સમય શુભ છે


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)