Mahashivratri 2024: મહાશિવરાત્રિ પર બન્યો શુભ સંયોગ, 5 જાતકોનું ભાગ્ય ચમકાવશે શનિદેવ

Shivratri 2024: મહાશિવરાત્રિ પર આ વર્ષે શુભ સંયોગ બન્યો છે. મહાશિવરાત્રિ આ વર્ષે શ્રવણ નક્ષત્રમાં ઉજવવામાં આવશે અને શ્રવણ નક્ષત્રના સ્વામી શનિદેવ છે. શનિદેવ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ માને છે. આ શુભ યોગને કારણે કેટલાક જાતકોને ફાયદો થશે. 
 

મહાશિવરાત્રિ

1/6
image

મહાશિવરાત્રિ આ વખતે એવા સંયોગમાં ઉજવવામાં આવશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ અને શિવ યોગ જેવા ત્રણ પ્રભાવશાળી શુભ યોગનો મહાસંગમ થઈ રહ્યો છે. આ સાથે તે દિવસે ધનિષ્ઠા નક્ષત્ર હોવાથી આ મહાપર્વ મંગળનો દોષ દૂર કરવામાં પણ ખુબ અસરકારક માનવામાં આવે છે. ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી મંગળ છે. તેવામાં જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ છે તે ભગવાન શિવની પૂજા કરી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકે છે. જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ છે તે મહાશિવરાત્રિની પૂજામાં તાંબા કે ચાંદીના નાગ-નાગણની જોડી ભગવાનને ચઢાવે. આવો જાણીએ મહાશિવરાત્રિ પર કયાં જાતકોનું ભાગ્ય ચમકાવશે શનિ દેવ.

મેષ રાશિઃ આ વર્ષે મળી જશે પ્રમોશન

2/6
image

મેષ રાશિના જાતકોને આ વર્ષે ભગવાન શિવની સાથે શનિની પણ કૃપા પ્રાપ્ત થશે. તમારા લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને કારોબાર ઊંચા છલાંગ લગાવશે. નોકરીમાં આ વર્ષે તમને પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે. તમને આર્થિક મુશ્કેલીથી છુટકારો મળી જશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તો તેને લાભ થશે. આ સાથે તમને ઓફિસમાં અધિકારીઓનો સહયોગ મળશે. 

વૃષભ રાશિઃ સોના-ચાંદીના આભૂષણોની પ્રાપ્તિ થશે

3/6
image

વૃષભ રાશિના લોકોને મહાદેવની કૃપાથી ઈચ્છિત જીવનસાથી મળી જશે. તમારા પદ-પ્રતિષ્ઠામાં  વધારો થશે અને કામની પ્રશંસા થશે. તમને સોના ચાંદીના આભૂષણોની પ્રાપ્તિ થશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે આ સમયે વાહન અને જમીન ખરીદી શકો છો અને કોઈ મોટું કાર્ય સંપન્ન થશે. તમારા ઘરમાં કોઈ લગ્ન યોગ્ય વ્યક્તિના લગ્ન આ વર્ષે પાક્કા થઈ શકે છે. 

તુલા રાશિઃ અનેક સ્ત્રોતથી આવક થશે

4/6
image

તુલા રાશિના લોકો પર મહાશિવરાત્રિ બાદ શનિદેવની વિશેષ કૃપા થશે. તમારી નોકરી અને કારોબારમાં પ્રગતિ થશે અને તમારા ઘરમાં કોઈ નવા સભ્ય આ વર્ષે આવી શકે છે. તમને ઘણા સ્ત્રોતથી આવક થશે અને જીવન સુખમય રહેશે. તમારા પરિવારમાં ખુશીઓ આવશે અને જીવનમાં શાંતિ વધશે. જે લોકો ઘણા સમયથી વિદેશ જઈ કમાણી કરવાની ઈચ્છા રાખી રહ્યાં છે તેના માટે નવા રસ્તા ખુલી શકે છે. 

મકર રાશિઃ નોકરીમાં મળશે પ્રમોશન

5/6
image

મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રિનું આ મહાપર્વ તમારી પદ-પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. ઓફિસમાં પ્રમોશન મળવાની તક વધી રહી છે. તમારો આર્થિક પક્ષ મજબૂત થશે અને જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને પૈસાની બચત કરી શકશો. તમારૂ આ વર્ષે ગાડી ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. 

કુંભ રાશિઃ લગ્ન માટે સારા પ્રસ્તાવ મળશે

6/6
image

કુંભ રાશિના લોકો પર તેના સ્વામી શનિની વિશેષ કૃપા થશે. તમે કંઈક નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યાં છો તો તે પૂર્ણ થશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર થશે અને કરિયરમાં સફળતા મળશે. તમારો કામધંધો સારૂ ચાલશે અને નફો અનેક ગણો વધશે. લગ્ન માટે કોઈ સારો પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવન આરામથી પસાર થશે.