How Dwarka Nagari of Gujarat Sank in the Sea : તાજેતરમાં જ જન્માષ્ટમીનો તહેવાર ગયો. કૃષ્ણની વાત હોય ત્યા દ્વારકાની વાત આવે. કહેવાય છે કે, દ્વારકા નગરી આજે પણ દરિયામાં સમાયેલી છે. થોડા વર્ષો પહેલા તેને શોધવા માટે ખાસ ઓપરેશન ચલાવાયું હતું. એવી માન્યતા છે કે, મથુરા નગરી છોડ્યા બાદ શ્રીકૃષ્ણએ દ્વારકામાં એક નગર વસાવ્યુ હતું. તેનુ પ્રાચીન નામ કુશસ્થલી હતું. થોડા વર્ષો પહેલા નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓસિયનોગ્રાફીને સમુદ્રની અંદર પ્રાચીન દ્વારકાના અવશેષો પ્રાપ્ત થાય હતા. અનેક મોટા દરવાજાઓનું આ શહેર હોવાને કારણે તેનું નામ દ્વારકા પડ્યુ હતું. આ શહેરની ચારે તરફ અનેક લાંબી દિવાલો હતી, જેની અંદર અનેક દરવાજા હતા. આ દિવાલો આજે પણ સમુદ્રની અંદર ઘરબાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળ્યા હતા તાંબાના સિક્કા અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચર
એક રિપોર્ટ અનુસાર, 1963 માં સૌથી પહેલા દ્વારકા નગરીનું એક્સવેશન ડેક્કન કોલેજ પૂણે, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકારે મળીને કર્યુ હતું. આ દરમિયાન અંદાજે 3 હજાર વર્ષ જૂના વાસણો મળ્યા હતા. 


અંદાજે એક દાયકા બાદ આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયાને અંડર વોટર આર્કિયોલોજી વિંગને સમુદ્રમાં કેટલાક તાંબાના સિક્કા અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચર મળ્યા હતા. 


શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા નગરીને કોને નષ્ટ કરી, કેવી રીતે દરિયામાં ડૂબી હતી, ભક્તો પણ નથી જાણતા આ રહસ્ય


લોકમાન્યતા છે કે, કૃષ્ણ પોતાના 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા, તેઓએ અહી 36 વર્ષ રાજ કર્યુ હતુ. તેના બાદ તેઓઓ પ્રાણનો ત્યાગ કર્યો હતો. ભગવાન કૃષ્ણની વિદાય થતા જ દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને યાદવ કુળનો નાશ થયો હતો. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી. તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સાંયોગિક પુરાવા છે.


પુરાતત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન હાથ ધરાય હતું. જેમાં અનેક રસપ્રદ બાબત સામે આવી છે. મંદિરથી એકાદ કિલોમીટર દૂર દરિયામાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. 1960 ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પૂણેની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના અવશેષ મળ્યા હતા. 


ભગવાનના ધામમાં કોમી એકતાની મહેક, દ્વારકા મંદિરમાં મુસ્લિમ ભાઈઓએ શ્રીકૃષ્ણનો રથ ખેંચ્યો


વિજ્ઞાનીઓનું કહેવુ છે કે, એકવાર નહિ, પરંતુ અનેકવાર દ્વારકાનો નાશ થયો છે. દ્વારકા નગરી લગભગ 6 વખત ડૂબી છે. હાલ દરિયામાં જે છે તે સાતમી દ્વારકા છે. કાળક્રમે ઊંચી-નીંચી થયેલી દરિયાની સપાટીને કારણે દ્વારકામાં આ બદલાવ જોવા મળ્યાં છે. 


દરિયામં સંશોધન કરતા ત્રણેક મીટર પછી અનેક ચીજવસ્તુઓ મળી છે. દરિયામાં લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા. જે કોઈ ઢાંચાનું હોવાનું વૈજ્ઞાનિકો માને છે. સાથે જ અર્ધવર્તુળાકાર પથ્થર પણ મળી આવ્યા છે. જે માનવો દ્વારા બનાવાયેલા છે. તેમજ પથ્થરના લંગર પણ મળી આવ્યા છે. જેમાં છીણી ટાંકણાથી કાણાં પાડવામાં જોવા મળ્યા છે.  આ સિવાય માટીના વાસણ, ઘરેણાં, મુદ્રા પણ મળી આવ્યાં હતાં. ઓમાન, બહેરીન તથા મૅસોપોટામિયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે. 


દ્વારકા મંદિર પર ચઢાવાતી ધજાનું છે ઐતિહાસિક મહત્વ, આવી છે તેની સાથે જોડાયેલી માન્યતા


આમ, 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તે ઈ.સ. પૂર્વ 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા. જેમાં સારી રીતે રંગરોગાન કરેલા વાસણો પણ મળી આવ્યા છે. પોલીક્રેમ કરેલી વસ્તુઓ મળી છે. આ તમામમાં રંગોનો ઉપયોગ બખૂબી કરાયો છે. 


મરજીવાઓએ શોધેલી પાણીની અંદરની દ્વારકા નગરીમાં લગભગ 500 થી વધુ અવશેષો મળી આવ્યા છે. આમ, પુરાવા પણ છે કે દરિયાની નીચે દ્વારકા નગરી ડૂબેલી છે. 


દ્વારકાધીશ મંદિરનો ઐતિહાસિક નિર્ણય : ભક્તો માટે બદલાયો વર્ષો જુનો રિવાજ, આજથી 6 ધજા