રાજુ રૂપારેલિયા/દ્વારકા :કોરોના વાયરસને પગલે જન્માષ્ટમીના પાવન અવસર પર જગત મંદિર દ્વારકાના દ્વાર બંધ રહેશે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ (Dwarka temple close) રાખવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઈ દ્વારકા તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. 10થી 13 ઓગષ્ટ સુધી યાત્રિકો માટે પ્રવેશ બંધ રાખવામાં આવશે તેવો દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે. કૉવિડ 19 સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. કોરોનાને કારણે જગત મંદિરનાં દ્વાર ભાવિકો માટે બંધ કરી દેવાયા છે, ત્યારે 5247મી જન્માષ્ટમી ઉત્સવનો ઉત્સવ બંધ બારણાની અંદર કેવી રીતે ઉજવાશે તે જાણવાની દરેકમાં તાલાવેલી છે. ત્યારે જગત મંદિરના પૂજારીએ ઉત્સવ ઉજવણીની માહિતી આપી છે. 


વિવિધ કુદરતી આફતોમાં નુકસાની તળે દબાયેલા ખેડૂતો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વરકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરે જણાવ્યું કે, જગત મંદિરનાં દ્વાર હવે ભાવિકો માટે બંધ થઈ ચૂક્યા છે. ત્યારે જન્માષ્ટમીનાં દિવસે ભાવિકોને ઓનલાઇન દર્શન કરવા પડશે. સાથે સાથે જન્માષ્ટમીના દિવસે ભગવાનની સેવા પૂજાની પરંપરામાં કોઈ ફેરફાર કરાયો નથી. સવારે 6 વાગ્યાથી તમામ વિધિ ચાલુ થશે. તેમજ રાત્રિના 12 કલાકે જન્મોસ્તવ કરાશે. તમામ પરંપરા યથાવત રહેશે. ભક્તો તેના ઓનલાઇન દર્શન કરી શકશે. આવતીકાલે 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. 


ભગવાન દર્શનના કાર્યક્રમ આ મુજબ રહેશે...


  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 : 00 કલાકે

  • શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન, અભિષેકના દર્શન સવારે 8:00 કલાકે

  • શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે 11:00 કલાકે

  • અનોસર ( બંધ ) 1:00 થી 5:00 કલાક સુધી બપોરે 

  • ઉત્થાપન દર્શન સાંજે 5:00 કલાકે

  • શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે 

  • શ્રીજીની શયન આરતી દર્શન રાત્રે 8:30 કલાકે 

  • શ્રીજી શયન ( દર્શન બંધ ) 9:00 કલાકે 

  • શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન રાત્રે 12:00 કલાકે

  • શ્રીજી શયન ( દર્શન બંધ ) 2:00 કલાકે


કચ્છના 160 ગામોમાં જન્માષ્ટમી નહિ ઉજવાય
કોરોના સંક્રમણને પગલે કચ્છ-પાટણના આહીર સમાજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વ્રજવાણી સહિત 160 થી વધુ આહીર સમાજના ગામોએ નિર્ણય લીધો કે, દ્વારકા મંદિરે જન્માષ્ટમીની ઉજવણી બંધ રહેતા આ ગામોમાં પણ જન્માષ્ટમી નહિ ઉજવાય. આ તમામ 160 ગામોમાં જન્માષ્ટમીના વિવિધ મોટા કાર્યક્રમો રદ કરાયા છે. આહીર સમાજના લોકો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પોતાના ઘરે જ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર