ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર મળશે

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.

ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર મળશે

હિતલ પારેખ/ગાંધીનગર :કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.

તેઓએ કહ્યું કે, ગયા વર્ષે નુકસાની થયું હોય તો નુકસાની નહિ મળે. વીમા કંપનીની વ્યવસ્થા અટપટી હોય છે. ખેડૂતો તેમાં મૂંઝવણમા મૂકાતા હોય છે અને નારાજ થાય છે. તેથી આ યોજનામાં અમે સરળીકરણ કર્યું છે. નિયમોને ક્લિયર કર્યાં છે. આ માટે કોઈ બજેટ નથી. કારણ કે, કેટલું નુકસાની થાય તે ખબર નથી. ખેડૂતો માટે શુન્ય પ્રિમીયમવાળી યોજના છે. ગુજરાતભરના 56 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. એટલે કે, ગુજરાતના તમામ ખેડૂતોને લાભ મળશે. જુના એમના દરે ચૂકવવાનો આવ્યો હોત તો આ યોજના લાગુ કરવામાં ન આવે. દર વર્ષે ખેડૂતો દ્વારા ૧૮૦૦ કરોડ પ્રિમીયમ તરીકે ભરવામાં આવતા હતા. તેમાં બજેટમાં પણ જોગવાઈ હોઈ ગુજરાત સરકારને બજેટની કોઈ ચિંતા નથી. 

તેમણે જણાવ્યું કે, ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને  આવરી લે તેવી યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો  છે. એસ.ડી આર એફ ના લાભો યથાવત રાખીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે. યોજનામાં અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ (માવઠું) જેવા જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે. 

જુનાગઢમાં યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા પકડાયા 

  • અનાવૃષ્ટિ (દુષ્કાળ) 

જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.

  • અતિવૃષ્ટિ

તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે 

  • કમોસમી વરસાદ (માવઠું)

૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે

યોજનામાં કઈ કઈ જાહેરાત કરાઈ 

  • સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડુત લાભાર્થી ગણાશે 
  • ખરીફ ૨૦૨૦ થી યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે જે તે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે
  • ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
  • ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર થશે
  • આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
  • ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા માટે લેન્ડ રેકોર્ડ સાથે તથા સી.એમ. ડેશબોર્ડ સાથે જોડાણ ધરાવતું PORTAL તૈયાર કરાવવાનું રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઈ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • મંજુર થયેલ સહાય લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.  
  • લાભાર્થી ખેડુતોનાં પ્રશ્નો નાં ઉકેલ માટે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમની વ્યવસ્થા ખાસ ઉભી કરવામાં આવશે.   
  • ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર ઓન લાઇન અરજી કરવા માટે ખેડૂતોને અરજી કરવામાં સહાયરૂપ થવા ઇ ગ્રામ સેન્ટરના VLE ને એક સફળ અરજી દિઠ રૂ.૮/- નું મહેનતાણું  ચુકવાશે. 
  • ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે
     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news