Vastu Tips For Black Magic: આપણા જીવનમાં ઘણી વખત એવું બને છે કે અનેક પ્રયત્ન કરવા છતાં કામ સપળ થતું જ હોય. તો ઘણીવાર ઘરમાં પૈસાની સમસ્યા વધી જાય છે તો ક્યારેક પરિવારના સભ્યો બીમાર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે. સામાન્ય ભાષામાં તેને બ્લેક મેજીક પણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં અચાનક નકારાત્મકતા વધવાની સાથે સમસ્યાઓ તમને ઘેરી લે છે. તંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે મેલીવિદ્યા ઘરમાં કે પરિવારમાં થઈ છે કે નહીં.


આ પણ વાંચો:


11 શુક્રવાર કરો આ વ્રત માતા લક્ષ્મીના આશીર્વાદથી તિજોરી રહેશે ધનથી છલોછલ


Shree Yantra:શ્રી યંત્રની પૂજાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, સુધરે છે આર્થિક સ્થિતિ


Shukra Gochar 2023: આ 5 રાશિના લોકો માટે 2 ઓક્ટોબર સુધીનો સમય અતિશુભ, મળશે અપાર ધન


તંત્ર શાસ્ત્ર અનુસાર જો સતત ધનની ખોટ, માનસિક તણાવ, ડર, વારંવાર બીમાર રહેવું, વ્યક્તિના જીવનમાં ઉદાસીનતા રહેતી હોય તો સમજવું કે નકારાત્મક ઉર્જા તેમની ઉપર હાવી રહે છે. જ્યારે આ વસ્તુઓ લાંબા સમય સુધી રહે છે, તો તેને મેલીવિદ્યાના સંકેત માનવામાં આવે છે.


જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તેને વાસ્તુ દોષ અને ઘરમાં નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ મૃત પક્ષી ઘરના આંગણામાં પડી જાય તો તે પણ મેલીવિદ્યાની અસર હોઈ શકે છે.


ઘરમાં મેલીવિદ્યાની અસરને ખતમ કરવા માટે ઘરમાં સુંદર કાંડનો પાઠ કરો. આ સાથે પૂર્ણિમાએ સત્યનારાયણની કથા કરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે.


જો ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય તો પીળી સરસવ, ગૂગળ, લોબાન અને ગોઘૃત મિક્સ કરીને તેમાંથી ધૂપ કરો. સૂર્યાસ્ત સમયે, આ બધી મિશ્રિત સામગ્રીને ભેગી કરી ધૂપ કરો. આવું 21 દિવસ સુધી કરો. તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે.


નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વાસ્તુમાં એવી માન્યતા છે કે મીઠું અને ફટકડીથી નકારાત્મક ઉર્જા જલ્દી નાશ પામે છે. આ માટે ઘરમાં પોતું મારતી સમયે પાણીમાં મીઠું અથવા ફટકડીનો થોડો ભાગ નાખી દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું