ઘરમાં રહેતી હોય રુપિયાની તંગી અને હાથમાં ન ટકતું હોય ધન તો અજમાવો આ ટોટકા
Dhan Labh Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પણ જીવનમાં પ્રગતિ કરે અને તેની તિજોરી ધનથી ભરેલી રહે. પોતાનું બેન્ક બેલેન્સ સતત વધતું રહે તે માટે લોકો દિવસ રાત દોડધામ કરે છે. પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપે તો લાખ પ્રયત્ન કરવા છતા ઘરમાં બે છેડા ભેગા થતા નથી. કોઈ ને કોઈ કારણોસર હાથમાં આવેલું ધન પણ જતું રહે છે.
Dhan Labh Upay: એવી કોઈ વ્યક્તિ ન હોય જેને ધનવાન બનવાની ઈચ્છા ન હોય. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પણ જીવનમાં પ્રગતિ કરે અને તેની તિજોરી ધનથી ભરેલી રહે. પોતાનું બેન્ક બેલેન્સ સતત વધતું રહે તે માટે લોકો દિવસ રાત દોડધામ કરે છે. પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપે તો લાખ પ્રયત્ન કરવા છતા ઘરમાં બે છેડા ભેગા થતા નથી. કોઈ ને કોઈ કારણોસર હાથમાં આવેલું ધન પણ જતું રહે છે. જો આવું તમારી સાથે પણ થતું હોય તો ઘરમાં ધન ટકે તે માટે કેટલાક ઉપાય કરી શકાય છે. માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાં તિજોરીમાં ક્યારેય ખાલી રહેતી નથી. આ ઉપાય કરનાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
આ પણ વાંચો:
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય
આ કારણથી વૈશાખ મહિનો ગણાય છે અત્યંત પવિત્ર, આ ઉપાયો કરવાથી મળશે અઢળક લાભ
સૂર્ય ગ્રહણ સમયે થશે 2 ગ્રહોનું પરિવર્તન, આ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન
ધન પ્રાપ્તિના ચમત્કારી ઉપાય
- ધન લાભ થાય તેવી ઈચ્છા હોય તો તિજોરીમાં 10-10 રૂપિયાની નોટનું બંડલ અને પિત્તળ અથવા તાંબાના સિક્કા રાખવા જોઈએ.
- પીપળાનું એક પાન લેવું અને તેના ઉપર સિંદૂર વડે ઓમ લખવું. ત્યાર પછી તેને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય શનિવારે કરવાનો હોય છે. પાંચ શનિવાર સુધી આ ઉપાય કરવાથી ધનની તંગી દૂર થાય છે.
- ધન સંપત્તિ વધે તે માટે તિજોરીમાં કાળી ચણોઠીના 11 દાણા રાખવા જોઈએ. તેને મુકતાં પહેલા તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરી રાખવું.
- તિજોરીમાં લક્ષ્મીજી બિરાજમાન હોય તેવી તસવીર અને સાથે ગણેશજીની તસવીર પણ રાખવી જોઈએ.
- ઘરમાં જ્યારે પૂજા કરવામાં આવે છે તો તેમાં સોપારી રાખવામા આવે છે. પૂજા પુરી થાય પછી આ સોપારીને તિજોરીમાં પધરાવી દેવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)