સૂર્ય ગ્રહણ સમયે થશે 2 ગ્રહોનું પરિવર્તન, આ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન

Mangal Budh Parivartan: આ વર્ષે સૂર્યગ્રહણ પર ગ્રહોનું ખાસ સંયોગ સર્જાશે. મંગળ ગ્રહ અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી આવો જ ખાસ સંયોગ રચાવા જઈ રહ્યો છે. આ પરિવર્તનની સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસર જોવા મળશે. ખાસ કરીને પાંચ રાશિના લોકો એવા છે જેમના ઉપર આ ગ્રહોના રાશિ પરિવર્તનની અમંગળ થવાની છે. 

સૂર્ય ગ્રહણ સમયે થશે 2 ગ્રહોનું પરિવર્તન, આ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન

Mangal Budh Parivartan: 20 એપ્રિલે વર્ષ 2023 નું પહેલું સૂર્યગ્રહણ થશે. આ વર્ષે સૂર્યગ્રહણ પર ગ્રહોનું ખાસ સંયોગ સર્જાશે. મંગળ ગ્રહ અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી આવો જ ખાસ સંયોગ રચાવા જઈ રહ્યો છે. મંગળ ગ્રહની રાશિ મેષમાં બુધનું પરિવર્તન થશે. આ પરિવર્તનની સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસર જોવા મળશે. ખાસ કરીને પાંચ રાશિના લોકો એવા છે જેમના ઉપર આ ગ્રહોના રાશિ પરિવર્તનની અમંગળ થવાની છે. 

મેષ રાશિ 

મેષ રાશિના જાતકો માટે ગ્રહોનું આ પરિવર્તન અશુભ પ્રભાવ દેનારું સાબિત થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય ખરાબ થશે. નોકરી કે વેપારમાં પણ કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. નોકરી બદલવાનો નિર્ણય લેવાનો હોય તો ઉતાવળ બિલકુલ ન કરવી નહીં તો પસ્તાવું પડશે. 

આ પણ વાંચો:

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોના જીવનમાં પણ આ ગ્રહોના પરિવર્તનની અશુભ અસર જોવા મળશે. તેમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવશે. પારિવારિક જીવનમાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું માનસિક તાણની સ્થિતિ સર્જાઈ શકે છે. 

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે પણ બુદ્ધ અને મંગળનું રાશિ પરિવર્તન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લઈને આવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ પણ ખરાબ થશે. વેપાર સંબંધિત નિર્ણયો લેવામાં પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે તેથી સમજી વિચારીને નિર્ણય લેવો. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સમસ્યા થઈ શકે છે. 

તુલા રાશિ

તુલા રાશિના લોકોને પણ આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આર્થિક બાબતોમાં સમસ્યા વધી શકે છે. પૈસાની ખામી ના કારણે મહત્વના કામ અટકાવવા પડી શકે છે. પિતા સાથેના સંબંધ બગડી શકે છે. નોકરીમાં પણ સમસ્યા આવવાથી નિરાશા નો ભાવ રહેશે.

મકર રાશિ

મકર રાશિના લોકોને પણ આ સમય દરમિયાન કારકિર્દી અને કારોબારમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ના કારણે ઘરમાં પણ પરેશાનીનું વાતાવરણ રહી શકે છે. જે લોકોને હાઈ બીપી ની સમસ્યા હોય તેમનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો ઉપર ઉધારી વધી શકે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news