Dhan labh Upay: જ્યોતિષશાસ્ત્રમાં રસોડામાં ઉપયોગ થતી કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે હળદર. હળદર નો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે હળદર બહુ ઉપયોગી વસ્તુ છે. હળદર રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે અને ધર્મોમાં પણ હળદરને પવિત્ર વસ્તુ માનવામાં આવી છે. ભગવાન વિષ્ણુને હળદર કે ચંદનનું જ તિલક કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી હોય તો ભગવાન વિષ્ણુને પાણીમાં હળદર ઉમેરીને અર્પણ કરવું જોઈએ. સાથે જ આર્થિક તંગી દૂર થાય તે માટે ગુરૂવારના દિવસે હળદર સંબંધિત કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ઝડપથી લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વર્ષ 2023નું પહેલું Surya Grahan આ રાશિના લોકો માટે હશે ભારે, રહેજો સાવધાન


ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આજથી શરુ કરી દો આ કામ, રૂપિયા ગણવા રાખવું પડશે મશીન


સુખ, સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીના ઘરમાં થશે પગલાં, ઘરમાં રોજ કરો આ કામ
 


અટકેલું ધન પ્રાપ્ત કરવા માટે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો લાંબા સમયથી કોઈ વ્યક્તિનું ધન અટકેલું હોય તો તેને પરત મેળવવા માટે ચોખાના દાણા લેવા અને તેને હળદરથી રંગીને પીળા કરી લેવા. ત્યાર પછી આ ચોખાને પર્સ અથવા તો તિજોરીમાં રાખી દેવા. 


કાર્યોમાં સફળતા માટે


ઘણી વખત લાખ પ્રયત્ન કરીએ છતાં પણ સફળતા મળતી નથી. આવા સમયમાં નિરાશ થવાને બદલે હળદરનો આ ઉપાય કરવો. તેના માટે હળદરની 11 કે 21 ગાંઠની માળા બનાવી લેવી. આ માળા ગણેશજીને અર્પણ કરવી. તેનાથી ગણેશજીના આશીર્વાદ મળે છે અને સફળતા પ્રાપ્ત થાય છે. 


ઘરમાં બરકત માટે


જો તમારી કમાણી સારી હોય તેમ છતાં બચત કરી શકતા ન હોય અને અણધાર્યા ખર્ચ વારંવાર થતા હોય તો હળદરનો આ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. તેના માટે લાલ રંગના કપડામાં હળદરની ગાંઠ બાંધીને શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દેવી. આ ગાંઠ તિજોરીમાં રાખવાથી ઘરમાં બરકત રહેશે.