ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આજથી શરુ કરી દો આ કામ, રૂપિયા ગણવા રાખવું પડશે મશીન

Vastu Tips: આ ઉપાયો કરવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. કોઈપણ જાતની મહેનત કર્યા વિના આ ઉપાયો સરળતાથી જ થઈ જાય છે અને તેનાથી લાભ ચોક્કસથી મળે છે.

ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આજથી શરુ કરી દો આ કામ, રૂપિયા ગણવા રાખવું પડશે મશીન

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવ્યા છે જેને અપનાવીને તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. આ ઉપાયો કરવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. કોઈપણ જાતની મહેનત કર્યા વિના આ ઉપાયો સરળતાથી જ થઈ જાય છે અને તેનાથી લાભ ચોક્કસથી મળે છે. તમારે બસ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેશો એટલે તમારી આર્થિક સ્થિતિ પણ સુધારવા લાગશે. 

આ પણ વાંચો:

રાતના સમયે આ વસ્તુ ન આપો કોઈને

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંધ્યા સમય પછી એટલે કે રાતના સમયે કોઈપણ વ્યક્તિને દૂધ દહીં મીઠું કે તેલનું દાન કરવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ આવી વસ્તુઓ માંગવા આવે તો પણ તેને આપવી જોઈએ નહીં. રાતના સમયે આ વસ્તુ અન્ય કોઈને આપવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. 

પથારીમાં બેસીને ન કરો ભોજન

ઘણા લોકોને આદત હોય છે કે તે પથારીમાં આરામથી બેઠા બેઠા નાસ્તો કે જમવાનું કરતા હોય છે. પરંતુ આવું ક્યારે કરવું જોઈએ નહીં. જ્યારે તમે પથારીમાં બેસીને ભોજન કરો છો તો સૌભાગ્ય તમારો સાથ છોડી દે છે. તેથી બેડરૂમમાં ક્યારેય ભોજન કરવું નહીં. ભોજન હંમેશા તેના નિશ્ચિત સ્થાન ઉપર જ કરવું.

ઘરના મુખ્ય દરવાજા સામે ન રાખો ડસ્ટબીન

ઘરના મુખ્ય દરવાજાની બહાર કચરાપેટી ક્યારેય ન રાખવી. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં મુખ્ય દરવાજાની સામે જ કચરાપેટી રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો ક્યારેય વાસ થતો નથી. કચરો નાખતા હોય તે ડસ્ટબીન હંમેશા મુખ્ય દરવાજા થી દૂર રાખવી જોઈએ. અને તે પણ એવી રીતે જ્યાં કોઈની નજર પડે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news