નવી દિલ્હી: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની આઠમ તિથિના રોજ આવે છે. લોકો આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરે છે. પરંતુ વ્રતની સાથે પૂજામાં એવી કેટલીક ખાસ વસ્તુઓ છે જેને સામેલ કરવાથી કન્હૈયા પ્રસન્ન થશે અને તમને તેમના આર્શિવાદ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- મોરપીંછ ભગવાન કૃષ્ણનો શૃંગાર છે. જોકે ભગવાન કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તેમને મોરપીંછ જરૂર અર્પિત કરો. 


- આ પ્રકારે વાંસળી પણ છે. કૃષ્ણજી વાંસળી વિના અધૂરા છે. જન્માષ્ટમીના દિવસે ભગવાનને વાંસળી પૂજાના સમયે અર્પિત કરો. 


- જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય અથવા વાછરડાની નાની મૂર્તિ લાવો. શંખમાં દૂધ લઇને ભગવાન કૃષ્ણને અભિષેક કરો. સાથે જ પૂજામાં પારિજાતના ફૂલ રાખો.


- આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ પકવાન ચઢાવવાની પરંપરા છે. 56 ભોગથી ભગવાન પ્રસન્ના થઇ જાય છે અને તમારી મનોકામના પૂરી કરે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube