Gujarat Temples : આ વર્ષે અધિકમાસ છે જેના કારણે બે શ્રાવણ મહિના છે. દ્વારકાના જગત મંદિરમાં અધિક માસ નિમિત્તે રામ નવમી, દેવ દિવાળી અને જન્માષ્ટમી જેવા પર્વની વિશેષ ઉજવણી કરાશે. કાળિયા ઠાકોરના જન્મોત્સવ જન્માષ્ટમીની બે મહિનામાં બે વાર ઉજવણી કરાશે. તારીખ 8 ઓગસ્ટ, 2023 ના રોજ અધિકમાસની જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ત્યારે જગત મંદિરે બીજી જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. યાત્રાધામ દ્વારકામાં 7 સપ્ટેમ્બર ગુરુવાર ના રોજ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં શ્રીજી નિત્ય ક્રમ મુજબ સવારે 6 વાગે મંગલા આરતી થશે અને મંગલા દર્શન 6 થી 8 રહેશે. સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. જેના બાદ ભગવાન દ્વારકધીશને ઉત્સવ અનુરૂપ સાત ભોગ ધરાવવામાં આવશે. સાંજે શયન ભોગ બાદ નિત્ય ક્રમ મુજબ મંદિર બંધ થશે. તો રાત્રે 12 વાગે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવ આરતી થશે. કાન્હાના વધામણાંને લઇ ભક્તો માટે રાત્રિના 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાત્રાધામ દ્વારકામાં પવિત્ર પરસોત્તમ માસને લઈ બે જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી છે, જેમાં 7 સપ્ટેમ્બરનો જન્માષ્ટમીનો પર્વ ખાસ બની રહેશે. જન્માષ્ટમી પર્વમાં જગતમંદિર ખાતે લાખો લોકો દર્શને આવતા હોય છે. જેથી દ્વારકાધીશ મંદિરનું જન્માષ્ટમીનું શિડ્યુઅલ જાહેર કરાયું છે. આ મુજબ રહેશે સમગ્ર કાર્યક્રમ.


સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સંતોએ લીધા આ 13 નિર્ણયો, સાધ્વી બહેનોને સ્ટેજ પરથી નીચે ઉતરવાનું કહી અપમાન ન કરવું


  • સવારે 8 થી 10 શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક

  • 10 વાગે સ્નાન ભોગ, 10:30 શૃંગાર ભોગ

  • 11:00 વાગે શૃંગાર આરતી

  • 11:15 વાગ્યે ગ્વાલભોગ

  • 12 વાગ્યે શ્રીજીના રાજભોગ દર્શન

  • બપોરે 1 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે

  • સાંજે 5 વાગ્યે ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન દર્શન

  • 5:30 વાગ્યે ઉત્થાપન ભોગ

  • 7:30 વાગ્યે સંધ્યા ભોગ

  • 7: 45 વાગ્યે સંધ્યા આરતી

  • રાત્રે 8:00 વાગ્યે શયન ભોગ

  • 8:30 વાગ્યે શયન આરતીના દર્શન

  • રાત્રે 9:00 વાગે શ્રીજી અનોસર મંદિર બંધ

  • રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ

  • રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલશે.


દ્વારકા પોલીસે એપ લોન્ચ કરી 
આગામી જન્માષ્ટમીએ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે. જેને ધ્યાનમાં રાખી દ્વારકા જિલ્લા પોલીસે દર્શનાર્થીઓ માટે લોકઉપયોગી એક એપ લોન્ચ કરી છે. જેમાં મંદિરના દર્શન સમય પત્રકથી લઇ પાર્કિંગ, વને વે, જેવી તમામ માહિતી લોકો મેળવી શકાશે. આ ભક્તો માટે આ એપ ખૂબ ઉપયોગી સાબિત થશે.


વર્ષમાં માત્ર બે વાર ખૂલ છે ગુજરાતનું આ ચમત્કારિક નાગ મંદિર, નાગપંચમીએ થાય છે દર્શન