Jaya Ekadashi 2024: જયા એકાદશીના શુભ મુહૂર્તમાં તિજોરીમાં રાખી દો આ વસ્તુ, તિજોરી હંમેશા રહેશે ધનથી ભરેલી
Jaya Ekadashi 2024: એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ જયા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને બ્રહ્મહત્યાના પાપથી પણ મુક્તિ મળી જાય છે. આ અતિ પવિત્ર દિવસે જો તમે કેટલાક સરળ ઉપાય કરી લો છો તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.
Jaya Ekadashi 2024: પંચાંગ અનુસાર 20 ફેબ્રુઆરી અને મંગળવારે જયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. જયા એકાદશી બધી જ એકાદશીમાં સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે અને સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે.
એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ જયા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને બ્રહ્મહત્યાના પાપથી પણ મુક્તિ મળી જાય છે. આ અતિ પવિત્ર દિવસે જો તમે કેટલાક સરળ ઉપાય કરી લો છો તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો ચાલો તમને જણાવીએ જયા એકાદશીના દિવસે પૂજા પાઠ ઉપરાંત કયા વિશેષ કાર્ય કરવા જોઈએ.
જયા એકાદશીના વિશેષ ઉપાય
આ પણ વાંચો: જયા એકાદશી પર સર્જાશે અત્યંત શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિના લોકો રાતોરાત બનશે લખપતિ
1. જયા એકાદશીના દિવસે માતા લક્ષ્મીને સૌભાગ્યનો સામાન અર્પણ કરવો જોઈએ. લાલ ચુંદડી, સિંદૂર, બંગડી સહિતની સૌભાગ્યની વસ્તુઓ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થાય છે.
2. જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર, પીળા ફૂલ, પીળી મીઠાઈ અને ફળ અર્પણ કરવા. સાથે જ શ્રીહરીને પ્રસન્ન કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આવો ઉપરાંત ગાયને ભોજન કરાવી જરૂરિયાતમંદને યથાશક્તિ દાન કરવું.
આ પણ વાંચો: Budh Gochar 2024: કુંભ રાશિમાં શનિ અને બુધની સર્જાશે યુતિ, 3 રાશિના લોકોને થશે લાભ
3. એકાદશીના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ કારણકે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જયા એકાદશીના દિવસે મંદિરમાં જઈને પીપળાના ઝાડને જળ અર્પણ કરી તેની નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
4. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે તુલસીના પાનને લાલ કપડામાં બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ પછી તુલસીના પાનને કપડા સહિત તિજોરીમાં રાખી દેવા. જ્યાં સુધી આ પાન તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તિજોરી ધનથી છલોછલ રહેશે.
આ પણ વાંચો: મહાદેવના આશીર્વાદથી દરેક મનોકામના થશે પુરી, બસ સોમવારે કરી લો કાળા તલનો આ ઉપાય
5. એકાદશીનું ફળ વ્રત કર્યા વિના પણ પ્રાપ્ત થઈ શકે છે. તેના માટે એકાદશીના દિવસે તામસિક ભોજન કરવાનો ટાળવું. સાથે જ આ દિવસે ચોખા ખાવાથી બચવું. આમ કરવાથી પણ એકાદશીનું વ્રત કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)