Jhadu Ke Totke: જ્યારે પણ આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ છીએ તો તુરંત જ જૂની વસ્તુ ફેંકી દઈએ છીએ.  આવું જ લોકો ઘરમાં નવી સાવરણી લાવવા પર કરે છે. મહિલાઓ અજાણતા જૂની સાવરણીને કોઈ અયોગ્ય જગ્યાએ ફેંકી દે છે. અથવા અયોગ્ય દિવસે જૂની સાવરણી ઘરની બહાર ફેંકે છે. સાવરણી ભલે જૂની હોય પણ આમ કરવું દોષ લગાડે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ પણ આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો જૂની સાવરણીને ઘરમાં યોગ્ય રીતે ન રાખવામાં આવે અથવા તેને કોઈપણ દિવસ ફેંકી દેવામાં આવે તો તેની અસર ઘરની આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણીને લઈને ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે.  


જૂની સાવરણી સંબંધિત કેટલાક મહત્વના નિયમો 


આ પણ વાંચો:


ઓક્ટોબર મહિનાથી પલટી મારશે 5 રાશિઓનું નસીબ, સૂર્ય-બુધની યુતિથી મળશે પદ અને પૈસા


સૌથી વધુ રોમેન્ટિક હોય છે આ 4 રાશિઓ, પાર્ટનરને રહે છે લોયલ અને પ્રેમ કરવામાં નંબર વન


Astro Tips: ઘરના આ 5 ખૂણામાં રાખી દો કપૂરના ટુકડા, દિવસ-રાત વધશે ઘરમાં ધનની આવક


- ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી જોઈએ. તેને ચોક્કસ દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. કૌટુંબિક વિવાદ વધે.  


- જો તમારી સાવરણી જૂની થઈ ગઈ છે તો તેને ઘરમાં કોઈ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ. ત્યારબાદ યોગ્ય દિવસે જ સાવરણી બહાર કાઢો. સાવરણીને ઘરની બહાર મુકો ત્યારે કોઈને તે દેખાય નહીં તે વાતનું ધ્યાન રાખો.  


- વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની કોઈ વ્યક્તિ કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહી હોય તો તે સમયે ભૂલથી પણ સાવરણી ઘરમાં ફેરવવી જોઈએ નહીં.


આ પણ વાંચો:


ગણેશ ચતુર્થી પર ગણપતિ ઘરે લાવો તો આ વાતનું રાખજો ધ્યાન, ગણેશ સ્થાપનામાં ન કરવી આ ભુલ


Ravi Pushya Yog: 10 તારીખે રવિ પુષ્ય યોગ, રાતોરાત વધશે 3 રાશિના લોકોનું બેંક બેલેન્સ
 
- ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.  


- એવું માનવામાં આવે છે કે ઝાડુ પર પગ મુકવાથી વાસ્તુ દોષ લાગે છે. જે વ્યક્તિના જીવન પર પ્રતિકૂળ અસર કરે છે. જો સાવરણી આકસ્મિક રીતે તમારા પગ પર પડી જાય તો પણ તેને સ્પર્શ કરી ક્ષમા માંગવી જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)