બીજું કંઈ નહીં... બસ આ 3 નિયમોનું પાલન કરો, જ્યારથી બદલાવ કરશો ત્યારથી બદલી જશે તમારું પણ નસીબ
Vastu Tips: કોણ એવું હોય જેને અમીર ન બનવું હોય? દરેક વ્યક્તિને અમીર બનવું છે. કેટલાક તો રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે. તો વળી કેટલાક મહેનતી લોકો એવા હોય છે જે દિવસ રાત એક કરી મહેનત કરતાં હોય અને ઈચ્છા રાખતા હોય કે તેમની મહેનત રંગ લાવે અને તે પણ અમીર બને... આમ છતાં તેમને ભાગ્ય સાથ આપતું નથી. આમ થવાનું કારણ હોય છે તેમના દ્વારા અજાણતાં થતા કેટલાક કામ.
Vastu Tips: ધન પ્રાપ્તિની ઈચ્છા કોણ ન રાખે ? કોણ એવું હોય જેને અમીર ન બનવું હોય? દરેક વ્યક્તિને અમીર બનવું છે. કેટલાક તો રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે. તો વળી કેટલાક મહેનતી લોકો એવા હોય છે જે દિવસ રાત એક કરી મહેનત કરતાં હોય અને ઈચ્છા રાખતા હોય કે તેમની મહેનત રંગ લાવે અને તે પણ અમીર બને... આમ છતાં તેમને ભાગ્ય સાથ આપતું નથી. આમ થવાનું કારણ હોય છે તેમના દ્વારા અજાણતાં થતા કેટલાક કામ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દૈનિક દિનચર્યામાં લોકો કેટલીક એવી ભુલો કરે છે જેના કારણે તેઓ કરોડપતિ બની શકતા નથી. આજે તમને આ સમસ્યાને દુર કરવાના ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. જો તમારે ધનવાન બનવું છે તો તમારે આ 3 કામ કરવાનું ટાળવું. આ કામ કરવાથી ભાગ્ય તમને ક્યારેય સાથ નહીં આપે. તમે આ ફેરફાર જીવનમાં અપનાવશો તો તમારું પણ ભાગ્ય ચમકી જશે.
આ પણ વાંચો:
Zodiac Signs: આ 5 રાશિના લોકો ખર્ચા કરે છે બેફામ, ખિસ્સામાં નથી ટકતાં ક્યારેય રૂપિયા
Vastu Tips : સુખ-શાંતિ જાળવવા પાણીમાં આ વસ્તુ ઉમેરી રોજ છાંટો ઘરના મુખ્ય દ્વાર પર
Astro Tips: દાન કરતી વખતે આ નિયમ રાખજો યાદ, આ વસ્તુઓનું કર્યું દાન તો છીનવાઈ જશે સુખ
રાત્રે કોઈને ન આપો સફેદ વસ્તુઓ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંધ્યા સમય પછી એટલે કે રાતના સમયે કોઈપણ વ્યક્તિને દૂધ દહીં મીઠું કે તેલનું દાન કરવું જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ આવી વસ્તુઓ માંગવા આવે તો પણ તેને આપવી જોઈએ નહીં. રાતના સમયે આ વસ્તુ અન્ય કોઈને આપવાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.
પથારીમાં બેસીને ભોજન ન કરવું
ઘણા લોકોને આદત હોય છે કે તે પથારીમાં આરામથી બેઠા બેઠા નાસ્તો કે જમવાનું કરતા હોય છે. પરંતુ આવું ક્યારે કરવું જોઈએ નહીં. જ્યારે તમે પથારીમાં બેસીને ભોજન કરો છો તો સૌભાગ્ય તમારો સાથ છોડી દે છે. તેથી બેડરૂમમાં ક્યારેય ભોજન કરવું નહીં. ભોજન હંમેશા તેના નિશ્ચિત સ્થાન ઉપર જ કરવું.
આ પણ વાંચો:
મંદિરમાં દર્શન અને પૂજા કર્યા પછી પરિક્રમા કરવી પણ જરૂરી, જાણો કારણ અને લાભ વિશે
Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ
ડસ્ટબીન મુખ્ય દરવાજા સામે
ઘરના મુખ્ય દરવાજાની બહાર કચરાપેટી ક્યારેય ન રાખવી. આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં મુખ્ય દરવાજાની સામે જ કચરાપેટી રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો ક્યારેય વાસ થતો નથી. કચરો નાખતા હોય તે ડસ્ટબીન હંમેશા મુખ્ય દરવાજા થી દૂર રાખવી જોઈએ. અને તે પણ એવી રીતે જ્યાં કોઈની નજર પડે નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)