Astro Tips: દાન કરતી વખતે આ નિયમ રાખજો યાદ, આ વસ્તુઓનું કર્યું દાન તો છીનવાઈ જશે સુખ-શાંતિ

Astro Tips: જે રીતે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે રીતે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનું કાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ છીનવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે જેને દાનમાં આપવી જોઈએ નહીં.

Astro Tips: દાન કરતી વખતે આ નિયમ રાખજો યાદ, આ વસ્તુઓનું કર્યું દાન તો છીનવાઈ જશે સુખ-શાંતિ

Astro Tips: દરેક ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે. દાન આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ યોગ્ય દાનમાં વાપરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી વ્યક્તિના ખરાબ કાર્યોનો નાશ થાય છે અને તેને સારા કર્મોનું ફળ મળે છે. દાન કરવાથી પૂર્વ જન્મના પાપ પણ ધોવાઈ જાય છે. દાન હંમેશા બ્રાહ્મણો, ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને જ આપવું જોઈએ. કારણ કે યોગ્ય પાત્રને કરેલું દાન જ પુણ્ય ફળ આપે છે.

જે રીતે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તે રીતે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનું કાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ છીનવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું અશુભ છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે જેને દાનમાં આપવી જોઈએ નહીં. 

આ વસ્તુઓનું ન કરવું ક્યારેય દાન

આ પણ વાંચો:

સ્ટીલના વાસણ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણનું દાન કરવાથી પરિવારની સુખ-શાંતિ નષ્ટ થાય છે. આમ કરવાથી ઘરમાં ઝઘડા વધે છે. તેથી જ સ્ટીલના વાસણોનું દાન કરવામાં આવતું નથી.   

સાવરણીનું દાન

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક કહેવામાં આવે છે. સાવરણી ક્યારેય કોઈને દાનમાં ન આપવી. આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ વધે છે અને ઘરની સુખ-સમૃદ્ધિ છીનવાઈ જાય છે.

આ પણ વાંચો:

પ્લાસ્કિટ કે કાચના વાસણનું દાન

પિત્તળ, ચાંદી, તાંબુ વગેરે શુભ અને પવિત્ર ધાતુઓ છે. તેનું દાન શુભ ફળ આપે છે. પરંતુ પ્લાસ્ટિક,  એલ્યુમિનિયમ અને કાચના વાસણ ભુલથી પણ કોઈને દાનમાં ન આપવા. આમ કરવાથી નોકરી અને વ્યવસાય પર અસર થાય છે અને ઘરમાં મંદી આવે છે. 

વાસી ખોરાક
 
ગરીબ અને ભૂખ્યાને ભોજન કરાવવું પુણ્યનું કામ છે. પરંતુ ક્યારેય તેમને વાસી કે વધેલો ખોરાક ન આપો. તેનાથી ઘરમાં ગરીબી આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news