Karj Mukti Upay: ઘણી વખત ઘર ખર્ચ માટે આવક ઓછી પડી જાય તો વ્યક્તિએ ઉધારી કરવી પડે છે. કેટલાક લોકોને અન્ય કેટલાક કારણોસર કરજ લેવું પડે છે. એક વખત વ્યક્તિ કરજ કે ઉધારીના ચક્કરમાં ફસાઈ જાય તો પછી તે માર્ગ ભટકી જાય છે. કરજનું ચક્કર એવું છે જેમાં વ્યક્તિ ફસાય તો બહાર આવવું મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં એક અચૂક ઉપાય જણાવવામાં આવ્યો છે. આ ઉપાય વિશે એવું કહેવાય છે કે જો વ્યક્તિ માથાથી પગ સુધી કરજમાં ડૂબેલો હોય તો પણ આ ઉપાય કરીને તે કરજ મુક્ત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હળદરના આ અચૂક ઉપાયો કોઈને પણ બનાવી શકે ધનવાન, કરવાની સાથે જ ઘરમાં વધવા લાગશે આવક


જ્યોતિષશાસ્ત્રમાં ઝાડનું વિશેષ મહત્વ છે. કેટલાક ઝાડ એવા છે ધન સંપત્તિ સાથે પણ જોડાયેલા છે. આવું જ એક ઝાડ છે અર્જુન. કરજ મુક્તિ માટે જે ઉપાય કરવાનો છે તેમાં અર્જુનના ઝાડની છાલનો ઉપયોગ કરવાનો હોય છે. અર્જુનનું ઝાડ ધનનું સૂચક છે. તો ચાલો તમને જણાવીએ અર્જુનના ઝાડની છાલની મદદથી તમે કેવી રીતે કરજમાંથી મુક્ત થઈ શકો છો અને તમારી આર્થિક સ્થિતિને સુધારી શકો છો. 


કરજથી છુટકારો મેળવવાના ઉપાય


આ પણ વાંચો: Vastu Tips:ઘરમાં સતત વધી રહી છે પૈસાની તંગી ? દરિદ્રતા દુર કરવી હોય તો કરો આ કામ


- આ ઉપાય કરવા માટે અર્જુનની છાલનો એક ટુકડો લઈ તેને લાલ કપડામાં બાંધી લો. હવે આ છાલને ઘરના મંદિરમાં માતા લક્ષ્મી સામે રાખો. કરજ મુક્તિ માટે પ્રાર્થના કરો અને ત્યાર પછી છાલને કપડાં સહિત નદીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી તમને કોઈ પણ પ્રકારના કરજથી છુટકારો મળી શકે છે. 


- બીજા ઉપાયમાં અર્જુનની છાલના એક ટુકડા પર લાલ ચંદન લગાડો અને તેને લાલ કપડામાં બાંધો. હવે આ છાલને ઘરની તિજોરીમાં રાખી દો. આમ કરવાથી કરજથી છુટકારો મળે છે અને ધનમાં વૃદ્ધિ થવા લાગે છે.


- ત્રીજો ઉપાય એવો છે કે સંધ્યા સમયે ઘરમાં અર્જુનની છાલ સાથે કપૂર સળગાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં ધનની આવક વધવા લાગશે. જેના કારણે તમે કરો જ થી મુક્ત થવા લાગશો.


આ પણ વાંચો: અલગ અલગ પ્રકારના હોય છે શિવલિંગ, જાણો કયા શિવલિંગની પૂજા કરવાથી કેવું ફળ મળે?


- જો કોઈ વેપારીને વેપારમાં સતત નુકસાન જતું હોય તો અર્જુનની છાલના ટુકડાને લાલ કપડામાં બાંધી અને ગલ્લામાં રાખી દેવી. આમ કરવાથી વેપારમાં ફાયદો થવા લાગશે અને નુકસાન થતું અટકશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)