Vastu Tips For Plants: વાસ્તુશાસ્ત્રમાં છોડનું પણ વિશેષ મહત્વ હોય છે. કેટલાક છોડ એવા હોય છે જે ઘરમાં શુદ્ધ વાતાવરણ તો લાવે જ છે પરંતુ સાથે જ સકારાત્મક ઉર્જા પણ વધારે છે જેના કારણે ઘરમાં ધનનું આગમન થતું રહે છે. કેટલાક છોડ વિશે એવું કહેવાય છે કે તેના તેના ફુલ માતા લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કે ઘરમાં કયા છોડ લગાડવા શુભ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલસી


તુલસીનો છોડ ખૂબ જ શુભ અને પવિત્ર હોય છે. નિયમિત રીતે ઘરમાં તુલસીની પૂજા થવી જ જોઈએ. તુલસીનો છોડ જ્યાં હોય છે ત્યાં પોઝિટિવ એનર્જી વધે છે.


આ પણ વાંચો:


ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


મહિલાને આ કામ કરતાં ક્યારેય ન જોવી પુરુષે, જોવાથી ભોગવવા પડે છે નરક સમાન દુ:ખ


માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક


લક્ષ્મણ છોડ


લક્ષ્મણ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ છોડના ફૂલ માતા લક્ષ્મીને પ્રિય છે. ઘરમાં આ છોડ લગાડવાથી ધન આકર્ષિત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.


અશ્વગંધા


અશ્વગંધા પણ લોકપ્રિય ઔષધી છે. તેનો છોડ ઘરમાં લગાડવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ છોડને ઘરમાં લગાડવાથી લાભ થાય છે.


પારિજાત


પારિજાત ને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં આ ઝાડ હોય છે ત્યાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને તેના ફૂલની સુગંધ માનસિક ચિંતા ને દૂર કરે છે.


સફેદ આંકડો 


સફેદ આંકડાનું ઝાડ ભગવાન ગણેશનું પ્રિય છે અને માન્યતા છે કે તેમાં ગણેશજીનો વાસ હોય છે. આ ઝાડની નિયમિત રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે.


રજનીગંધા


રજનીગંધા લગાડવું પણ શુભ માનવામાં આવે છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. જે ઘરમાં રજનીગંધા હોય છે તે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સમૃદ્ધિ વધે છે.