Ketu Gochar 2023: વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. રાહુ અને કેતુ ગ્રહને જ્યોતિષમાં પાપી ગ્રહ માનવામાં આવ્યા છે. જો કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો ખુબ કષ્ટ આપે છે. આ સાથે તેને છાયા ગ્રહ પણ કહે છે. કારણ કે રાહુ અને કેતુને કોઈ પણ રાશિનું સ્વામિત્વ મળેલું નથી. ઉલ્ટુ તેમની છાયા પરડવાથી જ વ્યક્તિના જીવન પર મોટી અસર પડે છે. આજે 26 જૂન 2023ના રોજ સોમવારે સાંજે કેતુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરીને ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. કેતુનું નક્ષત્ર પરિવર્તન તમામ રાશિવાળા પર શુભ અશુભ અસર પાડશે. 3 રાશિવાળાને કેતુ ખુબ નુકસાન કરાવી શકે છે. જાણો કઈ રાશિવાળાએ રહેવું પડશે સતર્ક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લોકોને ધનહાનિ કરાવી શકે છે કેતુ


કર્ક રાશિ
કેતુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન કર્ક  રાશિના જાતકોને નુકસાન કરાવી શકે છે. કારણ વગર  ખર્ચા થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે કે માતા સાથે સંબંધો બગડી શકે ચે. તમને માનસિક તણાવ થઈ શકે છે. આ સમય દરમિયાન પ્રોપર્ટ સંબંધિત મોટો નિર્ણય લેવાનું કે પગલું  ભરવાથી બચવું જોઈએ. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


મકર રાશિ
કેતુનું ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ મકર રાશિવાળા માટે અશુભ ફળ આપનારું રહેશે. આ જાતકોએ સફળતા મેળવવામાં ખુબ મહેનત કરવી પડશે. મનમરજી મુજબ પરિણામ નહીં મળવાથી નિરાશા કે ચિડિયાપણું આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ ધીમી ગતિથી મળશે અથવા વિધ્ન આવી શકે છે. નોકરીમાં ફેરફાર ખુબ સમજી વિચારીને કરવો. વેપારમાં મંદી રહી શકે છે. પિતા અને સંતાન તરફથી સમસ્યા આવી શકે છે. 


મીન રાશિ
કેતુનું નક્ષત્ર પરિવર્તન મીન રાશિવાળા માટે કષ્ટદાયક રહી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. આથી સંભાળીને રહેવું. ઈજા થવાની પણ આશંકા છે. રોકાણ કરવાથી બચો. એ સમયગાળામાં નુકસાન કે ધનહાનિ કરાવી શકે છે. મુસાફરીથી બચવું અથવા જવું જ પડે એવું હોય તો સાવધાની રાખવી. જીવનસાથી સાથે મનમોટાવ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube