ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે

Hanumanji Temple: હનુમાનજી મંદિરમાં 2 તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. તસ્કરો સીસીટીવી જોઈ જતા નાશી છુટયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.

ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે

Khajurbhai: કોમેડી કિંગ તરીકે જાણીતા ખજૂરભાઈ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. આ વખતે કારણ છે તેમણે બનાવેલું મંદિર. જીહાં, ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ બનાવેલા મંદિરમાં થઈ ચોરી. ચોર આવ્યા...મંદિરમાં પ્રવેશ્યા...મંદિરમાં પડેલી દાન પેટી જોઈ અને સીધા તેના પર તૂટી પડ્યાં. એક બાદ એક એમ બે ચોર મંદિરમાં પ્રવેશ્યા. જેમાંથી એક ચોર તો હાથમાં હથોડી લઈને મંદિરમાં આવ્યો. એની એમ કે કોઈ જોતું નથી, પણ ભગવાન તો જુએ છેને...નસીબ જુઓ ચોરને ખબર નહોંતી કે સીસીટીવી કેમેરામાં તેની હરકતો કેદ થઈ રહી છે. ચોરે હથિયાર સાથે મંદિરમાં પ્રવેશ કર્યો અને દાન પેટીને હથોડી વડે તોડી. 

વાત જરા એમ બનીકે, અમરેલી ખાતે જાણીતા યુ ટ્યુબર ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીએ બનાવેલાં મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. હાલમાં જ ખજૂરભાઈએ આ મંદિર બંઘાવ્યું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ખાતે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. સાવરકુંડલાના આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો. ચોરીની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં આ તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ-
અમરેલીમાં ફેમસ યું ટ્યુબર ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. સાવરકુંડલાના આદસંગ ખાતે બનાવેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. અગાઉ આ મંદિરમાં ચોરીની ઘટના બાદ અહીં સીસીટીવી લગાવાયા હતા.

ઘટનાના સીસીટીવી આવ્યા સામે-
હનુમાનજી મંદિરમાં 2 તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. તસ્કરો સીસીટીવી જોઈ જતા નાશી છુટયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news