હિન્દુ પંચાંગ મુજબ વર્ષમાં બે વાર ખરમાસ લાગે છે. આજથી સૂર્યદેવ ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે વર્ષનો બીજો અને અંતિમ ખરમાસ પણ શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. ખરમાસ શરૂ થતા જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં 3 રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જાણો વિસ્તારમાં માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃશ્ચિક રાશિ
આ વખતનો આ ખરમાસ જેને આપણે કમૂરતા પણ કહીએ છીએ તે આ રાશિવાળા માટે કભી ખુશી કભી ગમવાળો સાબિત થઈ શકે છે. તમારા જમા ધનમાં કમી થઈ શકે છે કે આવકના સ્ત્રોત ઘટી શકે છે. આ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે તમારું બોન્ડિંગ જોકે મજબૂત થશે. મુશ્કેલ સમયમાં તમને સહારો આપશે જેનાથી  ખરાબ સમય નીકળી જશે. આ ખરમાસમાં તમે રોજ તાંબાના લોટામાં કંકુ ભેળવીને એ જળ સૂર્યદેવને અર્પણ કરો. તેનાથી લાભ થઈ શકે છે. 


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો લાંબા સમયથી વિદેશ જવાનો પ્લાન ઘડી રહ્યા હતા તેમના માટે આ સમય સારો રહી શકે છે. તમારા સપના પૂરા થઈ શકે છે. આ માટે રોજ સવારે ઉઠતાની સાથે તમારા માતાના ચરણ સ્પર્શ શરૂ કરી દો. તમને હ્રદય સંબંધિત બીમારીઓ ઘેરી શકે છે. આથી તળેલું ખાવાથી બચો અને બહારની વસ્તુઓ ન ખાઓ. નોકરી-વેપાર પર ધ્યાન આપો. 


તુલા રાશિ
ખરમાસ દરમિયાન સૂર્યના પ્રભાવથી તમારી ઉર્જાનું સ્તર વધશે. તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન ઘડી શકો છો. મહિલાઓને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ગર્ભધારણ કરવાનું વિચારતી મહિલાઓ માટે હાલ સમય સારો નહીં રહે. તેમણે તેનાથી બચવું જોઈએ નહીં તો બાળકને સમસ્યા થઈ શકે છે. શુભ લાભ માટે રોજ મંદિર જઈને ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો. 


 Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.