Astro Tips For Lizards: ઘરમાં ગરોળી ફરતી જોવા મળે એટલે તેને બહાર કેમ ભગાડવી તેના વિચાર શરુ થઈ જાય છે. ગરોળી જોઈને મોટાભાગના લોકોને સુગ ચઢે છે તેથી તેને ભગાડતી વખતે પણ લોકો ડરતાં હોય છે કે ક્યાંક તેને ભગાડતી વખતે તે માથા પર ન પડી જાય... કેટલાક લોકો ગરોળીને ઘરમાં જોવે કે તુરંત જ તેને મારી નાખે છે. પરંતુ આવી ભુલ ક્યારેય કરવી જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળીને મારવી મહાપાપ ગણાય છે. આ એવું પાપ છે જેનું ફળ વ્યક્તિ આ જન્મમાં જ નહીં બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. ગરોળીને માતા લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. તેથી તેને મારવાનું પાપ કરવાની મનાઈ હોય છે. 


આ પણ વાંચો:


Chaturmas 2023: આ તારીખથી શરુ થશે ચાતુર્માસ, 5 મહિના સુધી ભુલથી પણ ન કરતાં આ કામ


7 જુલાઈથી આ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બે-બે હાથે ભેગા કરશે રુપિયા


જુલાઈની શરૂઆતમાં આ ગ્રહ રાશિ પરિવર્તન કરી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્ય


શાસ્ત્રો અનુસાર ઘરમાં જ્યારે ગરોળી દેખાય છે તો તેના કેટલાક શુભ સંકેત હોય છે. જેમકે ગરોળી ઘરમાં અચાનક આવે તો ધન લાભ થાય છે. તેવામાં જો કોઈ ગરોળીને મારી નાખે છે તો તેનાથી ઘોર પાપ લાગે છે. 


ઘરમાં આવતી ગરોળી વ્યક્તિના જીવનમાં થનાર સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ તરફ સંકેત કરે છે. તેવામાં જો ભુલથી પણ ગરોળી ઘરમાં મરી જાય તો તુરંત તેના શરીરને એવી જગ્યાએ રાખી દેવું જોઈએ જ્યાં કોઈને પગ ન પડે. સાથે જ તુરંત જ માતા લક્ષ્મીની ક્ષમા માંગી લેવી. શાસ્ત્રો અનુસાર ઘરમાં ગરોળીનું મરવું અશુભ છે. તેથી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે ગરોળીને ભગાડવામાં તે મરી ન જાય.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)