Chaturmas 2023: આ તારીખથી શરુ થશે ચાતુર્માસ, 5 મહિના સુધી ભુલથી પણ ન કરતાં આ કામ
Chaturmas 2023: સામાન્ય રીતે ચાતુર્માસ 4 મહિનાનો હોય છે પરંતુ આ વર્ષે ચાતુર્માસની અવધિ 5 મહિનાની હશે કારણ કે આ વર્ષે અધિકમાસ હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો ગણાશે. ચાતુર્માસનો સમય ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ સમય હોય છે. આ સમય દરમિયાન સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં માટે આ સમય દરમિયાન ચાતુર્માસના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.
Trending Photos
Chaturmas 2023: અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિથી ચાતુર્માસ પ્રારંભ થાય છે. દેવશયની એકાદશીનો પ્રારંભ દેવશયની એકાદશીથી થાય છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો આવે છે. આ ચાર માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પોઢી જાય છે. ત્યારબાદ ભગવાન દેવઉઠી એકાદશીના દિવસે જાગે છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જૂન 2023ના રોજ છે તેથી આ દિવસથી ચાતુર્માસ શરુ થઈ જશે.
આ વર્ષે 5 મહિનાનો ચાર્તુમાસ
આ પણ વાંચો:
સામાન્ય રીતે ચાતુર્માસ 4 મહિનાનો હોય છે પરંતુ આ વર્ષે ચાતુર્માસની અવધિ 5 મહિનાની હશે કારણ કે આ વર્ષે અધિકમાસ હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો ગણાશે. ચાતુર્માસનો સમય ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો સુવર્ણ સમય હોય છે. આ સમય દરમિયાન સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં માટે આ સમય દરમિયાન ચાતુર્માસના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.
ચાતુર્માસ દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ કાર્ય કરવામાં આવે તો ભગવાન નારાજ થાય છે. ચાતુર્માસ દરમિયાન આ નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ. અને સાથે જ કેટલાક કાર્ય છે જેને કરવાનું ટાળવું જોઈએ.
ચાતુર્માસના નિયમો
- ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું. ચાતુર્માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ, ઉપનયન સંસ્કાર, નવો ધંધો શરૂ કરવા જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. પિતૃ પક્ષ ચાતુર્માસમાં આવે છે અને આ સમય દરમિયાન શ્રાદ્ધ અને ભગવાનની ભક્તિ કરવી શુભ છે.
- ચાતુર્માસ દરમિયાન તામસિક ભોજન ન ખાવું જોઈએ. આ 4-5 મહિનામાં લસણ-ડુંગળી, નોન-વેજ, આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
- ચાતુર્માસમાં નવું કામ કે નવો ધંધો શરૂ કરવાનું ટાળો. આ સમયે શરૂ કરેલા કાર્યો શુભ ફળ આપતા નથી.
- ચાતુર્માસ દરમિયાન કટુ વચન ન બોલવા જોઈએ. એવું કોઈ કામ ન કરવું જેનાથી કોઈને દુઃખ ન થાય.
- ચાતુર્માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ અને સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે