વોશિંગટનઃ એક નવા સંશોધન અનુસાર વયોવૃદ્ધ લોકો ઓછી ઊંઘ લેતા હોય છે. તેમના મસ્તિષ્કના અંદર તાઉ પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. આ બાબત ઓળખવાની ક્ષમતામાં ઘટાડો થવો અને અલ્ઝાઈમર રોગનો સંકેત છે. અમેરિકાની 'વોશિંગટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન' દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધન અનુસાર, ગાઢ નિદ્રા લેતા લોકોની યાદશક્તિ મજબૂત હોય છે અને સવારે ઊંઘીને ઉઠ્યા બાદ તેઓ ફ્રેશ અનુભવ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સાયન્સ ટ્રાન્સલેશન મેડિસિન' નામના એક મેગેઝિનમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર જીવનકાળના ઉત્તરાર્ધમાં સંપૂર્ણ ઊંઘ ન લઈ શકવાને કારણે મસ્તિષ્કના સ્વાસ્થ્યમાં ઘટાડાનો મોટો સંકેત હોઈ શકે છે. એટલે કે, તમને મગજ સંબંધિત કોઈ ને કોઈ બિમારી થવાનું જોખમ રહે છે. 


ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ


વોશિંગનટ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર બ્રેન્ડન લૂસીએ જણાવ્યું કે, "અમે લોકોમાં ગાઢ નિદ્રામાં ઘટાડા અને તાઉ પ્રોટીનના વધુ પડતા પ્રમાણ વચ્ચે સીધો સંબંધ શોધી કાઢ્યો છે. આ લોકો સામાન્ય રીતે અસ્વસ્થ હતા અથવા તો તેમની વર્તણૂક થોડી ચિંતાજનક હતી." 


સ્વાસ્થ્ય અંગેના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...