Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન
Astro Tips:જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
Astro Tips: હિન્દુ ઘરોમાં રોજ પૂજા-પાઠ કરવાનો નિયમ છે. રોજ ભગવાનને કંકુ-ચોખા અને ફૂલ વડે પુજી દીવો કરવામાં આવે છે. કોઈપણ પૂજા દીવો કર્યા વિના પૂર્ણ ગણાતી નથી. પાઠ-પૂજામાં દીવો કરવાનું વિશેષ મહત્વ છે. દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે. જોકે પૂજા પાઠ દરમિયાન થતો દીવો ભાગ્ય બદલી પણ શકે છે.
જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
આ પણ વાંચો: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત
નકારાત્મકતા દૂર કરવા
જો ઘરના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધી હોય તો સાંજે દીવો કરો તો તેમાં કાળા મરી ઉમેરી દેવા. કાળા મરી ઉમેરીને દીવો કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે અને સકારાત્મકતા વધે છે. કાળા મરી ઉમેરીને દીવો કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી બાધા દૂર થાય છે.
ધન, લાભ અને સુખ-સમૃદ્ધિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજના સમયે દીવો કરો ત્યારે તેમાં બે લવિંગ ઉમેરી દેવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ધન લાભના રસ્તા પણ ખુલે છે.
આ પણ વાંચો: Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતા
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા
જો તમારી ઈચ્છા હોય કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય તો શુક્રવારના દિવસે ઈશાન ખૂણામાં માતા લક્ષ્મીના નામનો ઘીનો દીવો કરવો. આ દીવામાં રૂને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો. સાથે જ તેમાં કેસર ઉમેરવું. દર શુક્રવારે આ દીવો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)