Office Vastu Tips: ઓફિસની ડેસ્ક પર રાખો આ 5 માંથી કોઈ એક વસ્તુ, પ્રમોશન અને પગાર વધારો થશે તુરંત

Office Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. જે રીતે ઘરમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ છે તે રીતે ઓફિસમાં પણ વાસ્તુશાસ્ત્ર અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલી કેટલીક વસ્તુઓને ઓફિસના ટેબલ પર રાખવાથી કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. આજે તમને આવી પાંચ વસ્તુઓ વિશે જણાવીએ જેને ઓફિસમાં ડેસ્ક પર રાખવાથી પોઝિટિવિટી આવે છે અને પ્રમોશન તેમજ પગાર વધારાના ચાન્સ વધી જાય છે. 

બામ્બુ પ્લાન્ટ 

1/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડસ્ટક પર વાંસનો છોડ રાખવો શુભ ગણાય છે. તેનાથી પોઝિટિવિટી વધે છે અને નેગેટીવ એનર્જી દૂર થાય છે. જેના કારણે કાર્યમાં સફળતા મળે છે.

ભગવાન ગણેશની મૂર્તિ 

2/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડેસ્ક પર ભગવાન ગણેશની મૂર્તિ રાખવી પણ લાભકારક છે. તેનાથી નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને કરિયરમાં પણ સફળતા મળે છે. આ મૂર્તિને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવી. 

ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ 

3/6
image

ઓફિસની ડેસ્ક પર ભગવાન ગૌતમ ની મૂર્તિ પણ રાખી શકાય છે. કહેવાય છે કે આ મૂર્તિ સામે રાખવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને માનસિક શાંતિ વચ્ચે એકાગ્રતાથી કામ કરી શકાય છે. 

ક્રિસ્ટલ 

4/6
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસની ડેસ્ક પર ક્રિસ્ટલ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે. તેનાથી અટકાયેલા કાર્યોમાં પણ ગતિ આવે છે અને આર્થિક સ્થિતિ પણ સ્થિર થાય છે. 

સિક્કા ભરેલું વહાણ 

5/6
image

ઓફિસની ડેસ્ક પર સિક્કા ભરેલું વહાણ રાખવું પણ શુભ ગણાય છે. તેનાથી સફળતાના દ્વાર ખુલે છે અને કરિયરમાં ગ્રોથ મળે છે. સાથે જ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

6/6
image