Lizard Falls: અચાનક શરીરના કોઈ અંગ ઉપર ગરોળી પડે તો ડર લાગે અને સાથે જ મનમાં વિચાર પણ આવવા લાગે કે ગરોળી પડવાનો અર્થ શુભ છે કે અશુભ. શુકનશાસ્ત્ર અનુસાર શરીરના અલગ અલગ અંગો પર ગરોળીનું પડવું શુભ અને અશોક બંને પ્રકારના ફળ આપે છે. દિવાલ પર ચડતી કે ફરતી ગરોળી અચાનક શરીરના અંગ પર પડે તો તે ભવિષ્યમાં બનનારી શુભ અથવા તો અશુભ ઘટનાનો સંકેત હોઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું શુભ ગણાય છે અને કયા અંગ પર ગરોળી પડે તો તે અશુભ ગણાય છે. શુકનશાસ્ત્ર અનુસાર ગરોળી કયા અંગ પર પડે તો શુભ ફળ મળે છે અને કયા અંગ પર અશુભ સંકેત કરે છે ચાલો તમને પણ જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળી પડવાના શુભ-અશુભ સંકેત


આ પણ વાંચો:


Rahu Gochar 2023: રાહુના રાશિ પરિવર્તન પછી શરુ થશે શુભ સમય, નોકરીમાં પ્રમોશન પાક્કુ


મંગળના રાશિ પરિવર્તનથી આ લોકોને થશે લાભ, જે કામ હાથમાં લેશે તેમાં મળશે સફળતા અને ધન


Horoscope: 3 રાશિના લોકોને અચાનક ધન લાભ કરાવશે સૂર્ય ગ્રહણ, દિવાળી પહેલા બનશે અમીર


- ગરોળી અચાનક જો કોઈ વ્યક્તિના ગળા પર પડે તો તેને સુખની પ્રાપ્તિ થાય છે. ગરદન પર ગરોળીનું પડવું ભવિષ્યમાં યશ અપાવનાર સાબિત થાય છે.


- જો કોઈ વ્યક્તિની મૂછ પર ગરોળી પડે તો સમજી લેવું કે તે વ્યક્તિને માન સન્માન મળશે.


- જમણી આંખ ઉપર ગરોળી પડે તો સમજી લેવું કે નજીકના સંબંધીઓને મળવાનું થશે. 


- બે ભ્રમરની વચ્ચે કપાળના ભાગ પર ગરોળી મળે તો સમજી લેવું કે વ્યક્તિને ધન લાભ થવાનો છે ટૂંક સમયમાં જ તેનું ખિસ્સું ધનથી ભરાઈ જશે.


- જો ગરોળી પીઠમાં જમણી તરફ પર પડે તો વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે તેનાથી વિપરીત ડાબી તરફ પડે તો ભયંકર હાની થાય છે.


આ પણ વાંચો:


નવરાત્રિના પ્રથમ દિવસનો આ સમય અતિ અશુભ, જાણો કયા મુહૂર્તમાં કરવી ગરબાની સ્થાપના


Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ


- ગરોળી કપાળ પર પડે તો ધનહાનિનો સંકેત હોય છે.


- તેવી જ રીતે ગરોળી ડાબી આંખ તરફ પડે તો તે હાનિકારક સાબિત થાય છે.


- પીઠના વચ્ચેના ભાગ પર ગરોળી પડે તો ઘરમાં કલેશ વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)