lord shiva fav zodiac signs: શિવજીને ખુબ જ પ્રિય છે આ 3 રાશિઓ! સરળતાથી મેળવે છે મહાદેવના આશીર્વાદ
Shivji fav Rashi: શું તમે જાણો છો કે 12 રાશિઓમાંથી કઈ 3 રાશિઓ છે જેના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે? શિવના આશીર્વાદથી તેમના જીવનની પરેશાનીઓ સરળતાથી દૂર થઈ જાય છે.
Shivji fav Rashi: ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ મહિને મહાદેવની પૂજા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં ભગવાન શિવ સરળતાથી પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે જો તમે શ્રાવણમાં સાચા મનથી શિવજીને જળ ચડાવશો તો તમને શિવની કૃપા પ્રાપ્ત થશે. પરંતુ શું તમે જાણો છો કે 12 રાશિઓમાંથી કઈ 3 રાશિઓ છે જેના પર ભગવાન શિવ પ્રસન્ન થાય છે? અને શિવના આશીર્વાદથી તેમના જીવનની પરેશાનીઓ સરળતાથી દૂર થઈ જાય છે.
આ 3 રાશિઓ પર હંમેશા રહે છે શિવની કૃપા
મેષ: ભગવાન શિવને રાશિચક્રની પ્રથમ રાશિ મેષ અતિપ્રિય છે. મંગળની આ રાશિના જાતકોના બગડેલા કાર્યો શિવની કૃપાથી પૂર્ણ થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. મહાદેવના આશીર્વાદથી તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોનો અંત આવે છે. શ્રાવણ મહિનામાં આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવો જોઈએ. શિવલિંગના દર્શન કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
મકર: 12 રાશિઓમાંથી, મકર રાશિ ભગવાન શિવની બીજી પ્રિય રાશિ છે. આ રાશિના સ્વામી ગ્રહ શનિદેવ છે, જેમને શિવની કૃપાથી ન્યાયના દેવતાનું પદ મળ્યું હતું. આ રાશિના લોકો સાચા મનથી શિવની પૂજા કરે તો ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં પૂજા સમયે ભગવાન શિવને જલાભિષેક કરો અને શમીના પાન ચઢાવો. શિવ ચાલીસાનો પાઠ કરવાથી પણ તમને ફાયદો થશે. જો તમે કોઈ મુશ્કેલીમાં હોવ તો ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો.
કુંભ: કુંભ ભગવાન શિવની ત્રીજી પ્રિય રાશિ છે. આ રાશિ પણ શનિદેવની છે. આ રાશિના લોકોને થોડી મહેનત બાદ ભગવાન શિવના આશીર્વાદ મળે છે. જો તમે શ્રાવણમાં વ્રત રાખીને શિવની પૂજા કરશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. કરિયરમાં ઉન્નતિ થશે. શ્રાવણ માસમાં રૂદ્રાભિષેક કરવાથી પણ લાભ થશે. શ્રાવણમાં શેરડી ના રસ થી શિવલિંગ નો અભિષેક કરો અને શિવાષ્ટક નો પાઠ કરો. પૈસાની કમી દૂર થશે. આર્થિક બાજુ મજબૂત રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી
વાવાઝોડાની હવે ગુજરાત પર થશે ભારે અસર! વરસાદથી છલકાઈ જશે નદીઓ-જળાશયો, નવી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube