Guruwar Ke Upay: ઘરમાં સુખ-શાંતિ વધારે છે ગુરુવારના આ ઉપાય, બીજા નંબરનો ઉપાય તો બનાવી શકે છે કરોડપતિ
Guruwar Ke Upay:આ દિવસે કેટલાક ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે. જેનાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકાય છે.
Guruwar Ke Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત ઉપર પોતાની કૃપા વરસાવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાંથી દુઃખનો નાશ થાય છે અને કષ્ટથી મુક્તિ મળે છે. ગુરૂવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિની આરાધના પણ કરવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય છે. જેનાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરી શકાય છે.
આ પણ વાંચો: દુર્ઘટના બાદ અહીં પૂજાવા લાગ્યા બાળકો, અહીં પાણી ચઢાવવાની માનતા રાખનારને મળે છે પરચા
ગુરુવારના ઉપાય
- ગુરુવારના દિવસે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગો છો તો સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરો. જો પીળા વસ્ત્ર ન હોય તો સાથે પીળું કપડું રાખો ત્યાર પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો અને વિધિ વિધાનથી લક્ષ્મી નારાયણની પૂજા કરો. ગુરુવારે ભગવાનને કમળનું ફૂલ અર્પણ કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
- એવી કઈ વ્યક્તિ હોય જેને પોતાના જીવનની આર્થિક સ્થિતિ સુધારવી ન હોય? જો તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને દૂર કરવા માંગો છો અને સમૃદ્ધ બનવા માંગો છો તો ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને નારિયેળ અર્પણ કરો. ત્યાર પછી તેમની સામે હાથ જોડીને સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિની કામના વ્યક્ત કરો. હવે આ નાળિયેરને પીળા રંગના કપડામાં વીંટી અને તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ધનની આવકમાં વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો: રસોડા અને રૂમમાં આ વાસ્તુ દોષ કરાવે બેફામ ખર્ચા, તમારા ઘરમાં હોય તો તુરંત કરો આ ઉપાય
- ગુરુવારના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરે છે.
- જો તમારે કારકિર્દીમાં સફળ થવું હોય અને ઉચ્ચ પદ સુધી પહોંચવું હોય તો ગુરુવારના દિવસે લક્ષ્મીનારાયણ મંદિરમાં જઈ ભગવાન વિષ્ણુની પૂજા કરો. તેમને હળદરની સાત ગાંઠ ચઢાવો અને પોતાના મનની મનોકામના વ્યક્ત કરો. આમ કરવાથી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થવા લાગે છે.
આ પણ વાંચો: વર્ષ 2024 માં શનિ તાંબાના પાયે ચાલી આ રાશિઓને કરશે માલામાલ, આ રાશિના જાતકો થશે દુઃખી
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)