Unique Temple: એક દુર્ઘટના બાદ અહીં પૂજાવા લાગ્યા બાળકો, અહીં પાણી ચઢાવવાની માનતા રાખનારને રાતોરાત મળે છે પરચો
Unique Temple of Gujarat: આ રોડ પરથી તમે પસાર થશો તો રોડની નજીક જ એક નાનકડી ડેરી દેખાશે. આ જગ્યાએ બાળકોને ભગવાન માની તેમને પૂજવામાં આવે છે. આ જગ્યા પરથી પસાર થતા વાહન ચાલકો પણ વાહન અટકાવી અહીં માથું નમાવે છે અને પછી જ અહીંથી આગળ વધે છે.
Trending Photos
Unique Temple of Gujarat: આપણા દેશમાં ઘણા અનોખા મંદિરો આવેલા છે. કેટલાક મંદિરોમાં ફળ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ મીઠાઈ.. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભગવાનને પ્રસાદ તરીકે પાણીની બોટલ અને પાણીના પાઉચ ચઢાવવામાં આવતા હોય ? આવું અનોખું મંદિર આપણા ગુજરાતમાં જ આવેલું છે. આજે તમને આ મંદિર વિશે જણાવીએ. ગુજરાતનું આ અનોખું મંદિર છે મોઢેરાથી ચાણસ્મા જતા રસ્તા પર આવે છે.
આ રોડ પરથી તમે પસાર થશો તો રોડની નજીક જ એક નાનકડી ડેરી દેખાશે. ડેરી તો નાનકડી છે પરંતુ તેની આસપાસ તમને પાણીની બોટલ અને પાઉચના ડુંગર દેખાશે. આ જગ્યાએ બાળકોને ભગવાન માની તેમને પૂજવામાં આવે છે. આ જગ્યા પરથી પસાર થતા વાહન ચાલકો પણ વાહન અટકાવી અહીં માથું નમાવે છે અને પ્રસાદ તરીકે પાણીની બોટલ ચઢાવી પછી જ અહીંથી આગળ વધે છે. આ મંદિરમાં આવી અનોખી પૂજા કેવી રીતે શરુ થઈ તેની પાછળ એક કરુણ કથા છે.
રોડ પર આજે જે જગ્યાએ ડેરી તરીકે મંદિર સ્થાપિત કરેલું છે ત્યાં વર્ષો પહેલા એક ગમખ્વાર અકસ્માત થયો હતો. વર્ષ 2013માં અહીં એક ઓટો અને કારનો ભયાનક અકસ્માત થયો હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જેમાં બે બાળકો પણ હતા પરંતુ તેઓ બચી ગયા. આ ઘાયલ બાળકો અકસ્માત પછી સતત પાણી માંગી રહ્યા હતા પરંતુ કોઈએ તેમને પાણી આપ્યું નહીં અને તેઓ મૃત્યુ પામ્યા. તરસ્યા બાળકો અહીં મૃત્યુ પામ્યા પછી આ જગ્યા પર સતત અકસ્માતો થવા લાગ્યા.
જ્યારે લોકોને ખબર પડી કે અહીં બે બાળકો તરસથી મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ અન્ય અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ બંને બાળકોને ભગવાન માનીને રોડ નજીક ઈંટની નાની ડેરી બનાવી અને નજીકના કુવામાંથી પાણી ભરી તેમને ચઢાવ્યું. ત્યારબાદથી આ રોડ પર અકસ્માત થવાનું બંધ થઈ ગયું.
ત્યારબાદ અહીં લોકો પાણીની બોટલ ચઢાવવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે અહીં પાણી ચઢાવવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે. લોકો અહીંની માનતા રાખે છે અને માનતા પુરી થયા પછી અહીં પાણી ચઢાવે છે. અહીં સ્થાનિકો જ નહીં પરંતુ રોડ પરથી પસાર થતા લોકો પણ પોતાનું વાહન રોકી પગે લાગવા આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે