Shani 2024: વર્ષ 2024 માં શનિ તાંબાના પાયે ચાલી આ રાશિઓને કરશે માલામાલ, આ રાશિના જાતકો થશે દુઃખી

Shani 2024: આ પરિવર્તનની અસર પણ દરેક રાશિને થશે. તો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિસ્તારપૂર્વક જાણીએ કે વર્ષ 2024 માં શનિ કયા પાયે ચાલશે અને તેનાથી કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.

Shani 2024: વર્ષ 2024 માં શનિ તાંબાના પાયે ચાલી આ રાશિઓને કરશે માલામાલ, આ રાશિના જાતકો થશે દુઃખી

Shani 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ચાર પ્રકારના પાયે ચાલે છે. જેમાં સુવર્ણ, રજત, તાંબ્ર અને લોઢાના પાયાનો સમાવેશ થાય છે. વર્ષ 2024 માં શનિ 3 વખત પાયા બદલશે. આ વર્ષમાં શનિ સોનાના પાયે, લોઢાના પાયે અને ચાંદીના પાયે ચાલશે. આ પરિવર્તનની અસર પણ દરેક રાશિને થશે. તો ચાલો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિસ્તારપૂર્વક જાણીએ કે વર્ષ 2024 માં શનિ કયા પાયે ચાલશે અને તેનાથી કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.

સોનાના પાયે શનિ વધારશે આ રાશિ માટે સમસ્યા

મિથુન રાશિ

આ રાશિના લોકો ને વર્ષ 2024માં મહેનત કરવી પડશે. જોકે શનિના સુવર્ણ પાયાના પ્રભાવના કારણે તેમને સફળતા મળશે. આ વર્ષ આ રાશિના લોકો માટે સંઘર્ષ ભર્યું સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને આવક સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નોકરી અને વેપારમાં મુશ્કેલીઓ આવી શકે છે. 

મકર રાશિ

આ વર્ષમાં આ રાશિના લોકોને શારીરિક કષ્ટ સહન કરવા પડશે. કોઈપણ પ્રકારના કારણ વિના માનસિક સ્ટ્રેસ વધશે. સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

લોઢાના પાયે આ રાશિઓને મિશ્ર પરિણામ

સિંહ રાશિ

આ વર્ષમાં આ રાશિના લોકોને અલગ અલગ પ્રકારના ખર્ચનો સામનો કરવો પડશે. આવકમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે દુર્ઘટનાથી બચીને રહેવું.

ધન રાશિ

ઉધાર આપેલું ધન પરત મળવામાં સમય લાગશે. વેપારમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંતાન તરફથી ચિંતા વધશે.

તાંબાનો પાયો

આ રાશિના લોકોને આ વર્ષમાં પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ પણ થઈ શકે છે.

કન્યા રાશિ

આ રાશિના વિદ્યાર્થીઓને સારા પરિણામ મળશે. હાયર એજ્યુકેશન કે નોકરીનો પ્રયત્ન કરતા લોકોને સારું પરિણામ મળશે.

કુંભ રાશિ

આ રાશિના લોકોની ભૌતિક સુખ સુવિધા વચ્ચે સંતાન સુખ પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાના પણ યોગ બનશે.

ચાંદીના પાયે આ રાશિઓને મળશે સફળતા

કર્ક રાશિ

આ રાશિના લોકોને શનિના પ્રભાવના કારણે નોકરી તેમજ વેપારમાં અચાનક જ મોટો ધન લાભ થઈ શકે છે. 

તુલા રાશિ

આ રાશિના લોકોને નોકરીમાં બઢતી મળી શકે છે અને વેપારમાં નફો થઈ શકે છે. 

મીન રાશિ

આ રાશિના લોકોને નોકરીમાં અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધન લાભ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news