નવી દિલ્લીઃ સામુદ્રીક શાસ્ત્રમાં મનુષ્યના શરીરના અંગોની બનાવટના આધારે તેમનો વ્યવહાર જણાવ્યો છે. સાથે જ તમારા શરીરની બનાવટ તમારા ભવિષ્યને ઘણા હદ સુધી જણાવવા સક્ષમ હોય છે. મોટાભાગના લોકો પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે જ્યોતિષશાસ્ત્ર અને જન્મ કુંડળીની મદદ લે છે. પરંતુ શું તમે જાણો છો કે, સામુદ્રીક શાસ્ત્રમાં લોકોના શરીરની બનાવટ આધારે તેમનો વ્યવહાર અને ભવિષ્ય જાણી શકાય છે. સામુદ્રીક શાસ્ત્ર અનુસાર આંગળીઓ વ્યવહાર અને ભવિષ્ય બતાવવામાં મદદ કરે છે. સામુદ્રીક શાસ્ત્રમાં અંગુઠાની બનાવટના આધાર પર તેમનો વ્યવહાર અને સંબંધો વિશે જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગુઠો જાડો અને નાનોઃ
સામુદ્રીક શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના હાથનો અંગુઠો મોટા અથવા નાનો છે. તે માણસ પ્રેમની બાબતમાં બિલકુલ લકી નથી હોતા.આવા વ્યક્તિઓને મુશ્કેલીથી પ્રેમ મળે છે પરંતુ લાંબા સમયે સંબંધ ટકી નથી શકતો. જો પ્રેમ સંબંધ ટકી જાય તો તેમાં વિશ્વાસની કમી રહી જાય છે.


અંગુઠો લાંબો અને પાતળોઃ
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથનો અંગુઠો લાંબો અને પાતળો હોય છે તે બહુ સાહસી હોય છે. એવા લોકોને આસાનીથી કોઈનાથી પણ પ્રેમ થઈ જાય છે. પ્રેમમાં પડતા પહેલાં તેઓ વધારે નથી વિચારતા. આવા લોકો કોઈ પણની ઉપર વધારે ભરોસો કરી લે છે.


લચીલો અંગુઠોઃ
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથનો અંગુઠો લચીલો હોય છે. એટલે કે, સરળતાથી વળી જાય છે તેમને લચીલા સ્વભાવના હોય છે. આવા લોકો દિલમાં કંઈ પણ નથી રાખતા. અને જે બોલવું હોય તે મોઢા પર બોલી નાખે છે. તેના કારણે જ તેમનો પ્રેમ સંબંધ લાંબો નથી ટકી શકતો.


અંગુઠો પાતળો પણ લાંબો નહીંઃ
અમુક લોકોના હાથનો અંગુઠો પાતળો હોય છે પરંતુ તે લાંબો નથી હોતો. આવા લોકો વિશે સામુદ્રીક શાસ્ત્રમાં કહેવાયું છે કે, તેઓ પ્રેમના મામલામાં ખુબ જ સૌભાગ્યશાળી હોય છે. આવા લોકો પોતાના માટે સમજદાર પાર્ટનર શોધે છે. અને સંબંધ સારી રીતે નિભાવવાની કોશિશ કરે છે.


નોધઃ
(અહીં આપેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિક છે. ઝી 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube