Shukra Uday 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ નો પ્રભાવ દરેક રાશિના જાતકના જીવન પર જોવા મળે છે. આ ક્રમમાં શુક્ર 18 ઓગસ્ટે સાંજે કર્ક રાશિમાં ઉદય થશે. શુક્રના ઉદય થવાથી પણ રાશિચક્રની દરેક રાશિના જીવનમાં ફેરફાર જોવા મળશે. શુક્ર ગ્રહના ઉદય થવાથી કેટલીક રાશીના જાતકોના જીવનમાં સુખ સુવિધા અને સમૃદ્ધિમાં વધારો થશે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો તેને જીવનમાં કોઈપણ પ્રકારની વસ્તુનો અભાવ થતો નથી. આવી જ રીતે જ્યારે શુક્ર ગ્રહનો ઉદય થાય છે ત્યારે પણ તે લોકોના જીવનને સુખ સમૃદ્ધિથી બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


7 દિવસ પછી સૂર્ય કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોને બેદરકારી પડશે ભારે, રહેજો સતર્ક


સિંહ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય રાજયોગ, 3 રાશિને થશે બંપર લાભ


આ દિવસે સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના જીવનમાં દોઢ મહિનો થશે ધન વર્ષા


કર્ક રાશિ


18 ઓગસ્ટે કર્ક રાશિમાં જ શુક્ર ઉદય થશે જ ના કારણે આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિત્વમાં પણ સુધારો આવશે. સંબંધોમાં સફળતા પ્રાપ્ત થશે અને એકાગ્રતા વધશે. લગ્નજીવન ખુશીઓથી ભરાશે.


મકર રાશિ


શુક્રનું ગોચર મકર રાશિના લોકો માટે પણ લાભકારી સાબિત થશે. શુક્રના ઉદય થવાથી પાર્ટનરશીપ માં સારું કામ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. અવિવહિત લોકો ના લગ્ન નક્કી થઈ શકે છે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે.


મીન રાશિ


શુક્રના ઉદય થવાથી મીન રાશિ ના જાતકોને પણ અનુકૂળ પરિણામ મળશે. આ રાશિના જાતકોના ભૌતિક સુખમાં વધારો થશે. આ સમય દરમિયાન પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. પરિવાર સાથે સંબંધો સાનુકૂળ રહેશે. રીયલ એસ્ટેટ સંબંધિત કાર્યોમાં સારો લાભ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)