Lucky Girl: ભારતના ઈતિહાસ મુજબ ચાણક્ય ખુબ જ જ્ઞાની હતા અને તેમની નીતિઓ આજે પણ એટલી જ પ્રસિદ્ધ છે.  ચાણક્ય કૌટિલ્ય અને વિષ્ણુગુપ્તના નામે પણ ઓળખાય છે. જીવનમાં યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી ખુબ જરૂરી હોય છે. ચાણક્ય નીતિ મુજબ વિવાહ યોગ્ય સ્ત્રી કેવી હોવી જોઈએ તેની વ્યાખ્યા કરાઈ છે. આવી સ્ત્રીઓ પતિ અને પરિવાર માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓના પગ ઘરમાં પડે તો જીવનમાં ખુશીઓ અને સૌભાગ્ય છવાઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર એક નહીં બે વાવાઝોડાનું જોખમ, આ વિસ્તારોમાં મચી શકે છે કહેર, તારીખો જાણો


ધાર્મિક સ્ત્રી
ધર્મ અને કર્મમાં રૂચિ ધરાવતી સ્ત્રી પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખવામાં કૌશલવાળી ગણાય છે. એવું માનવામાં આવે છે કે ધર્મ કર્મ કરનારા વ્યક્તિ ખરાબ કામથી ડરે છે. જે સ્ત્રી પોતાના ધર્મનું પાલન કરે છે તે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સફળતા મેળવી શકે છે. જ્યારે વિધિવિધાનથી પૂજાપાઠ કરવાથી ઘરમાં સૌભાગ્ય જળવાઈ રહે છે. 


અમદાવાદમાં ITના સુપર ઓપરેશનથી ફફડાટ, જાણીતા બિલ્ડરના ત્યાં 100 અધિકારીઓ ત્રાટક્યા


સંસ્કારી સ્ત્રી
બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સુંદરતા પણ જરૂરી છે. સંસ્કારોથી તમારી રહેણીકરણી ખબર પડે છે. જ્યારે એક સંસ્કારી કે મર્યાદાવાળી સ્ત્રી હંમેશા પોતાનાથી મોટા લોકોનું સન્માન કરે છે  અને તેમનો ખ્યાલ પણ રાખે છે. 


ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ માટે પડી જાહેરાત, 2.15 લાખ સુધી મળશે પગાર


સાથ નિભાવનારી સ્ત્રી
ચાણક્યના જણાવ્યાં મુજબ એવી સ્ત્રી જે દરેક પરિસ્થિતિમાં પોતાના ઘર પરિવાર અને પતિનો સાથ નિભાવે, તે જીવનને મધુર બનાવી શકે છે. પછી ભલે આર્થિક હોય, સામાજિક હોય કે કૌટુંબિક સ્થિતિ હોય. એક ગુણવાન સ્ત્રી પોતાના પરિવાર અને પતિનો સાથ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં નિભાવે છે, સાથે સાથે સંતુલન પણ જાળવી રાખે છે. 


ગુજરાતમાં સુહાગરાતે જ પતિની ખૂલી ગઈ પોલ : નવવધૂ સાસરેથી સીધી પહોંચી પોલીસ સ્ટેશન


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)