અમદાવાદમાં ITના સુપર ઓપરેશનથી ફફડાટ, જાણીતા બિલ્ડરના ત્યાં 100 અધિકારીઓ ત્રાટક્યા

IT Super Operation: અમદાવાદમાં આઈટી દ્વારા હાથ ધરાયું છે સૌથી મોટું સુપર ઓપરેશન. જેને પગલે મોટા મોટા માથાઓ પણ હાલ ભૂગર્ભમાં ઘુસી ગયા છે. મોટા મોટા વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં પણ આ સુપર ઓપરેશનને કારણે ફફડાટ વ્યાપી ગયો છે. જાણો સંપૂર્ણ વિગતો...

અમદાવાદમાં ITના સુપર ઓપરેશનથી ફફડાટ, જાણીતા બિલ્ડરના ત્યાં 100 અધિકારીઓ ત્રાટક્યા

IT Operation/ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં સુપર ઓપરેશન થકી આઈટી વિભાગનો સપાટો. અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનો સકંજો કસાયો; એકસાથે 40 સ્થળો પર દરોડા, ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર કસાયો સકંજો, શહેરના 35થી 40 સ્થળોએ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાં મોટા માથાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. કારણકે, તેમને ખ્યાલ આવી ગયો છેકે, ગમે ત્યારે આઈટીની ટીમ તેમના ઘરનો બેલ પણ વગાડી શકે છે. આજે અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડા પાડીને આઈટીની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

એટલું જ નહીં ઈનકમ ટેક્સ વિભાગની ટીમે સ્વાતિ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ ઉપર પણ દરોડા પાડ્યાં છે. ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી ...આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યુ..

અમદાવાદમાં 35 થી 40 સ્થળો દરોડા અને સર્વેનું ઓપરેશન. ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ બરોડા અને રાજકોટના 100 થી પણ વધુ અધિકારીઓ જોડાયા..
તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવ છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ. મુખ્ય ઓફિસ ઉપર પણ ઇન્કમટેક્સ ત્રાટક્યું.
તપાસમાં 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા.

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે જોડાયેલા ગ્રુપો પર મેગા ઓપરેશન હાથ ધરાયા બાદ હવે અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો છે. આવકવેરા વિભાગની ટીમે શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનને ત્યાં તપાસ હાથ કરી છે. સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શ ધરાવતા કેમિકલ ગ્રુપ પણ ઈન્કમટેક્સ વિભાગની રડારમાં આવી ગયા છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.

100થી વધુ અધિકારીઓની ટીમો ત્રાટકી-
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. એક સાથે 35થી 40 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે. ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-1ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. અહીં 10 અધિકારી અને કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે. 

મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના-
એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સકંજો કસાયો છે. શહેરમાં 35થી 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news