mahabharat interesting fatcs : મહાભારતનું યુદ્ધ આજથી લગભગ 5112 વર્ષ પૂર્વે કૌરવો અને પાંડવોની વિશાળ સેનાઓ વચ્ચે લડાયું હતું. તે કુરુક્ષેત્રે જે હરિયાણામાં આવેલું છે. કુરુક્ષેત્રને ધર્મનગરી પણ કહેવાય છે. આ યુદ્ધમાં 50 લાખ યોદ્ધાઓએ ભાગ લીધો હતો. મહાભારતનું યુદ્ધ 18 દિવસો સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં 18 અક્ષોહીણી સેના કૌરવોની તરફથી લડી હતી, અને 7 અક્ષોહીણી સેના પાંડવોની તરફથી યુદ્ધ લડી હતી. મહાભારતના યુદ્ધના અંતમાં કૌરવોની તોફથી 3 અને પાંડવો તરફથી 15 એટલે કે માત્ર 18 યોદ્ધાઓ જ જીવિત બચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાભારતની મહાન કથામાં આવી હજારો વાર્તાઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ સોળ કળામાં પારંગત હતા, તેઓ જેટલા માયાવી હતા તેટલા જ માનવીય હતા. ભગવાન શ્રી કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની હતા, તેથી તેઓ યુદ્ધનું પરિણામ પહેલેથી જ જાણતા હતા.


મહાભારત યુદ્ધના 15 વર્ષ બાદ એક રાતે જીવિત થયા તમામ યોદ્ધા, ગંગા કાંઠે થયો હતો ચમત્કા


પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ સિવાય અન્ય એક યોદ્ધા હતા જે ત્રિકાલ દર્શી હતા અને તેઓ પણ જાણતા હતા કે આ યુદ્ધમાં કોણ કોને મારશે અને કોણ જીતશે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ તેમને શ્રાપ આપ્યો હતો કે જો તે આ વિશે કોઈને કહેશે, તો તે મરી જશે!


મહાભારતના યુદ્ધમાં, ભગવાન શ્રી કૃષ્ણ સિવાય, અન્ય ત્રિકાળ દર્શી યોદ્ધા પાંડુના પુત્ર સહદેવ હતા. તેઓ ભવિષ્યની ઘટનાઓ અગાઉથી જાણી શકવાની શક્તિ ધરાવતા હતા. 


સોમનાથમાં થયો ચમત્કાર : આકાશમાં મધ્ય રાત્રિએ 12ના ટકોરે બની અદભૂત ઘટના


પાંડવોના સૌથી નાનાભાઈ સહદેવને પણ મહાભારતના યુદ્ધના પરિણામની ખબર હતી. પરંતુ શ્રી કૃષ્ણના આગ્રહને કારણે તેણે આ વાત બીજા કોઈને ન કહી. પાંડવોના સૌથી નાના ભાઈ સહદેવ પાસે એવી શક્તિ હતી જે અન્ય કોઈ પાંડવો પાસે નહોતી. સહદેવ ત્રિકાલદર્શી હતા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓની સંપૂર્ણ જાણકારી હતી. સહદેવની આ શક્તિ જન્મજાત નહોતી. તેમને તેમના પિતાના આશીર્વાદ તરીકે આ શક્તિ મળી હતી.  ત્રિકાલદર્શી હોવાના કારણે, સહદેવને મહાભારતના આગામી યુદ્ધ અને તેના વિનાશ વિશે પહેલેથી જ 
ખબર હતી.


તો પછી સહદેવે આ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કેમ ન કર્યો? તેનું કારણ એ હતું કે શ્રી કૃષ્ણે સહદેવને આ કામ કરવાની મનાઈ કરી હતી. સહદેવ સિવાય, શ્રી કૃષ્ણ જ એવા હતા જેમને બનતી તમામ ઘટનાઓનું જ્ઞાન હતું. પરંતુ તેઓ જાણતા હતા કે આ યુદ્ધ પૃથ્વીની સુખાકારી માટે જરૂરી છે.


હવામાન વિભાગની ભયાનક આગાહી : ગુજરાતમાં આ શહેરોમાં આજે કમોસમી વરસાદ કહેર બનીને આવશે