મહાભારત યુદ્ધના 15 વર્ષ બાદ એક રાતે જીવિત થયા હતા તમામ યોદ્ધા, ગંગા કાંઠે વિધવાઓ સાથે થયો હતો ચમત્કાર

Mahabharata war Stories : મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે, જે પણ સ્ત્રી પોતાના પતિ સાથે લોકમાં જવા માંગે છે, તે પવિત્ર ગંગાજળમાં જીવન ત્યાગ કરી શકે છે... આ બાદ વિધવા સ્ત્રીઓએ ગંગાજળમાં ડુબકી લગાવી અને તેઓ મોક્ષ પામીને બીજા લોકમાં જતી રહી 
 

મહાભારત યુદ્ધના 15 વર્ષ બાદ એક રાતે જીવિત થયા હતા તમામ યોદ્ધા, ગંગા કાંઠે વિધવાઓ સાથે થયો હતો ચમત્કાર

what happened with widows after mahbharata war : પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત યુદ્ધમાં લાખો યોદ્ધાઓ વીરગતિ પામ્ય હતા. બચનારાઓમાં પાંડવોમાંથી 15 અને કૌરવો તરફથી ત્રણ યોદ્ધાઓ હતા. આ રીતે આ યુદ્ધએ સમગ્ર ભારતવર્ષને લગભગ યોદ્ધા વગરનું બનાવી દીધું હતું. કુરુક્ષેત્રમાં ભાગ લેનારા તમામ પુરુષો હતા. જેમની વિધવાઓ અને પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા. પરંતું યુદ્ધના 15 વર્ષ હબાદ એક રાતે તમામ યોદ્ધાઓ જીવિત થઈ ગયા હતા, અને ન માત્ર તેઓએ પોતાની પત્નીઓ સાથે મુલાકાત કરી, પરંતું તેમની સાથે તેમની અનેક વિધવાઓએ વૈકુંઠ જવા માટે જળસમાધિ લઈ લીધી હતી. શું હતી આ રહસ્યમી ઘટના, ચલો જાણીએ. 

મહાભારતના આશ્રમવાસી પર્વના 33 મા અધ્યાયમાં વર્ણન કરાયું છે કે, યુદ્ધ બાદ યુધિષ્ઠિરર હસ્તિનાપુરના રાજા બન્યા હતા, અને પાંચેય રાજાઓ સાથે કાર્યભાર સંભાળતા હતા. જ્યેષ્ઠ પિતા ધુતરાષ્ટ્ર, માતા ગાંધારી અને કુંતીની સેવા કરવા લાગ્યા હતા. સેવાથી પ્રસન્ન થયેલા ધુતારાષ્ટ્ર અને ગાંધારી પંદર વર્ષમાં પોતાના પુત્રોના શોકમાંથી બહાર આવી ગયા હતા. પરંતુ એક દિવસે ધુતરાષ્ટ્રએ યુધિષ્ઠિરને કહ્યું કે, પુત્ર, અમે બચેલું જીવન વનમાં વીતાવવા માંગીએ છીએ. આ વાત પર યુધિષ્ઠિર દુખી થયા, પરંતું વિદુરના સમજાવવા પર સમજી ગયા હતા. 

આગામી દિવસે ધુતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી, વિદુર અને સંજય તપસ્વીનું રૂપ ધારણ કરીને વનમાં જતા રહ્યા. હસ્તિનાપુર ખુશખુશ હતું. પરંતુ બીજી તરફ યુદ્ધમાં વિધવા થયેલી સ્ત્રીઓ દુખીદુખી હતી. તે હંમેશા પતિવિયોગમાં રડતી રહેતી હતી. થોડા સમય બાદ મહર્ષિ વેદવ્યાસ પાંડવોને મળવા માટે આશ્રમ આવ્યા હતા. પંરતું અહી હસ્તિનાપુરમાં લોકોને દુખી દુખી જોઈને તેઓએ કહ્યું કે, તમે લોકો વીરગતિ પ્રાપ્ત થયેલા પરિજનો માટે શોક ન કરો. તેઓ સ્વર્ગમાં કે બીજા લોકમાં સુખી છે. વ્યાસની આ વાતની લોકો પર કોઈ અસર ન પડી. તેથી મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે, આજે રાતે હું તમને તમારા વીરગતિ પામેલા લોકો સાથે મળાવીશ. ત્યારે ધુતરાષ્ટ્ર અને ગાંધારીએ યુદ્ધમાં મૃત પુત્રો અને કર્ણને જોવા માટેની ઈચ્છા પ્રકટ કરી હતી. દ્રૌપદીએ પણ કહ્યું ક, તે પણ પોતાના પરિજનોને જોવા માંગે છે.

આ બાદ આશ્રમ ગંગા તટ પહતું. સૂર્યાસ્ત થતા પહેલા મહર્ષિ વેદવ્યાસ તમામને લઈને ગંગા ઘાટ પર પહોંચ્યા હતા. સૂર્યાસ્ત બાદ તેઓએ પોતાના તપોબળથી મહાભારતમાં માર્યા ગયેલા તમામ યોદ્ધાઓને આહવાન કર્યુ હતું. તેના બાદ એક એક કરીને તમામ યોદ્ધા ગંગામાંથી બહાર નીકળવા લાગ્યા હતા. થોડી વાર બાદ ભીષ્મ, દ્રૌણાચાર્ય, કર્ણ, દુર્યોધન, દુશાસન, અભિમન્યુ, ધૃતરાષ્ટ્રના તમામ પુત્રો, ધતોકચ્છ, દ્રૌપદીના પાંચ પુત્રો, રાજા દ્રુપદ, શકુનિ, શીખંડી વગેરે ગંગા જળમાંથી બહાર આવ્યા હતા.

મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને નેત્ર આપ્યા. તમામે પોતાના મૃત પરિજનોને જોયા, બધા ખુશ થયા. તેઓએ વીરગતિ પામેલા લોકો સાથે વાત કરી, તો તેઓએ કહ્યું કે, તેઓ મૃત્યુલોકના તમામ કષ્ટોમાંથી મુક્તિમેળવીને પોતપોતાના લોકમાં રહે છે. તેમના મનમાંથી હવે શોક દૂર થયો છે. 

આ બાદ યોદ્ધાઓ જ્યારે પાણીમાં ફરી જવા લાગ્યા, અને ગાયબ થવા લાગ્યા. ત્યારે તેમની વિધવા સ્ત્રીઓએ મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે, તેઓ પણ તેમના પતિ સાથે જવા માંગી છે. આ બાદ મહિલાઓએ જીવન ત્યાગીને ગંગાજળમાં ત્યાગ કર્યુ હતું. તેઓ પણ પોતાના પતિ સાથે લોકમાં જતી રહી હતી.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news